અમદાવાદ, તા.રર
ક્યારેક આપણે ગુસ્સામાં આવેશમાં આવી જઈએ છીએ અને ન કરવાનું કરી બેસીએ છીએ. તેવું જ સાબરકાંઠા જિલ્લાના વકીલ મોહમ્મદ મોહસીન છાલોતિયાએ ર૦૧૭માં પોલીસ કર્મીઓને “હું તને જોઈ લઈશ” અને હાઈકોર્ટમાં ઘસડી જવાની ધમકી આપી હતી. જે મામલે ગુજરાત હાઈકોર્ટે વકીલ વિરૂદ્ધ થયેલી ફરિયાદને અમાન્ય જાહેર કરી દીધી છે.
કેટલીક વાર આપણે ગુસ્સામાં ધમકાવતા બોલીએ છીએ કે, હું તને જોઈ લઈશ અથવા તો હું તને છોડીશ નહીં. આવું જ્યારે આપણે કોઈને સંભળાવી દઈએ તો તેના પરિણામ પણ ગંભીર આવે છે પણ હવે આવું બોલતા પહેલા વિચારવુું નહીં પડે. કેમકે ગુજરાત હાઈકોર્ટે આ વાક્યને અપરાધિક ધમકી માનવાથી ઈન્કાર કરી દીધો છે. ગુજરાત હાઈકોર્ટે એક વકીલ વિરૂદ્ધ થયેલી ફરિયાદને અમાન્ય જાહેર કરી દીધી છે અને આ નિર્ણય લેવામા આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના વકીલ મોહમ્મદ મોહસીને છાલોતિયામાં ૨૦૧૭માં પોલીસ કર્મીઓને ‘હું તને જોઈ લઈશ’ અને હાઈકોર્ટમાં ઘસડી જવાની ધમકી આપી હતી. ત્યારથી આ વકીલ જેલની હવા ખાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ કેસમાં વકીલે જ પોલીસની FRI સામે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
મામલાની સુનાવણી કરતા જસ્ટિસ એ.એસ. સુપેગિયાએ કહ્યું કે, કોઈને ‘હું તને જોઈ લઈશ’ એ ધમકી નથી. ધમકી એ હોય છે જે પીડિતને ભય જનક પરિસ્થિતિમાં મૂકી દે. આ કેસમાં આવું કંઈ થયું નથી. આને અધિકારીને આપેલી ધમકી ન કહી શકાય. આ નિર્ણય સંભળાવતા કોર્ટે FRI રદ્દ કરી દીધી હતી.
આ મામલાના વકીલ મોહસીન ૨૦૧૭માં જેલ લોકઅપમાં બંધ પોતાના અસીલને મળવા ગયો હતો. પોલીસે વકીલને કેદી પાસે મળવાની રજા આપી ન હતી જેનાથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વકીલે પોલીસ કર્મીઓને કોર્ટમાં ઘસડીને લઈ જવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસે વકીલ વિરૂદ્ધ સરકારી કામમાં વિધ્ન નાખવાની અને ઓફિસરને ચાલુ ડ્યુટીએ રોકવાનો મામલો દાખલ કરવામાં આવ્યો હતો.