(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૨૩
લક્ષ્મીપુરા રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા આવાસોમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહીં આવતા અને ચોમાસામાં ભરાતા પાણી અને લીકેજ મામલે કોર્પોરેટર રાજેશ આયરીની આગેવાનીમાં સ્થાનિક લોકોએ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસમાં આજે ભારે હંગામો મચાવ્યો હતો.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના લક્ષ્મીપુરા રોડ પર પી.પી.પી.નાં ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નિર્માણ કરાયું છે. અને ત્યાં વિવેકાનંદ હાઇટ્સ એન્ડ બહુમાળી મકાનો બનાવવામાં આવ્યા છે. આ આવાસોનાં ધાબામાં પાણી ભરાઇ છે. લીફટમાં પણ પાણી લીકેજ થાય છે. આવાસ વિસ્તારમાં ભરાતા પાણીને કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. જેને પગલે સ્થાનિકોને રહેવાનું મુશ્કેલ પડી રહ્યું છે. આ અંગે સ્થાનિકોએ આજે કોર્પોરેટર રાજેશ આયરેની આગેવાનીમાં ગુજરાત હાઉસીંગ ર્બોડમાં પહોંચી અધિકારીઓને ઉગ્ર રજુઆત ભારે સુત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો.