Ahmedabad

ગુજરાત-ઈઝરાયેલ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના થશે

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સાથે મુલાકાત કરી કૃષિ-સાયબર સિકયોરિટી-જળવ્યવસ્થાપન-ઈનોવેશનના ક્ષેત્રોમાં ગુજરાત-ઈઝરાયેલ વચ્ચે વધુ સહકાર અંગે ફળદાયી ચર્ચા-વિમર્શ કર્યો હતો. વડાપ્રધાન નેતાન્યાહુએ સાતત્યપૂર્ણ સહકાર માટે જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવાનું સૂચન કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ ઈઝરાયેલના વડાપ્રધાન સાથે લંબાણપૂર્વકની મુલાકાત બેઠક કરી તેમાં કૃષિ, સાયબર, વોટર મેનેજમેન્ટ અને ઈનોવેશન્સના ક્ષેત્રોમાં વધુ સહકારની દિશામાં ફળદાયી ચર્ચા-વિમર્શ થયો હતો. ઈઝરાયેલના વડાપ્રધાને આ સહકારના ક્ષેત્રોને વધુ સાતત્યપૂર્ણ બનાવવાના હેતુથી વિચાર-વિનિયોગ પ્રોત્સાહન માટે જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના માટેનું પ્રેરક સૂચન કર્યું હતું તેનો મુખ્યમંત્રીએ વિનિયોગ પ્રોત્સાહન માટે જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના માટેનું પ્રેરક સૂચન કર્યું હતું તેનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. મુખ્યમંત્રીએ નેતાન્યાહુ સાથેની ચર્ચા-વિમર્શમાં કહ્યું કે, ઈઝરાયેલ અને ગુજરાત વચ્ચે કૃષિ તથા ઈનોવેશન ક્ષેત્રમાં સહયોગની વિપુલ સંભાવનાઓ છે તેનો ફાયદો ખેડૂતો અને યુવાઓને મોટા પ્રમાણમાં મળી શકે તેમ છે. ઈઝરાયેલ પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં ઈઝરાયેલના સાયબર એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામનો લાભ ગુજરાતના યુવાનોને આપી શકાય તે માટે મુખ્યમંત્રી સાથે આ માટેની કાર્યયોજના અંગે વિગતે પરામર્શ કર્યો હતો. આ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ અન્વયે બેય પ્રદેશો સાથે મળીને ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્પોન્સર કરી પથી ૧૦ સપ્તાહના એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ અન્વયે ઈઝરાયેલની ઉચ્ચત્તમ ટેકનોલોજીનો લાભ ગુજરાતના યુવાનોને મળશે. ઈઝરાયેલ પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રોગ્રામ ટેકનોલોજી ટ્રાન્સફર પ્રક્રિયાને વેગવાન બનાવી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રોજગાર અવસરો પણ ઊભા કરશે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતાન્યાહુએ જળ વ્યવસ્થાપનના ક્ષેત્રે ગુજરાત સાથે ગહન સહભાગિતાથી કામ કરવાની ખાત્રી આપી હતી. તેમણે ગુજરાત અને ઈઝરાયેલ બેય તરફનો ઉદ્યોગ સાહસિકોના માધ્યમથી શ્રેષ્ઠ અને વ્યાપક પ્રમાણમાં ટેકનોલોજી ટ્રાન્સફરની બાબતે ખાસ ભાર મૂકયો હતો. મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન પ્રધાનમંત્રીને જણાવ્યું કે, ઈઝરાયેલે ઓછા કુદરતી પાણી સ્ત્રોત વચ્ચે પણ રિસાયકલ્ડ વોટર-ડિસેલીનેશન વોટરથી પાણી જરૂરિયાત સંતોષી કરેલી કૃષિ ક્રાંતિ ગુજરાત માટે પથદર્શક બનશે. વિજય રૂપાણીએ ઈઝરાયેલે ટપક સિંચાઈ, ડિજિટલ ફાર્મિંગ, રિયલટાઈમ મોનિટરીંગ, સ્માર્ટ ઓેનાલિસીસ જેવા કૃષિક્રાંતિના અભિગમો અપનાવીને ભૌગોલિક વિપરીત પરિસ્થિતિમાં પણ મહત્તમ ઉત્પાદન મેળવ્યું છે તેના એક્ષપિરીયન્સ શેરીંગથી ગુજરાતમાં ખેતી અને ખેત ઉત્પાદન ક્ષેત્રે નવા આયામો સર્જવામાં મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતમાં પ્રિસિઝન અને ડિઝિટલ એગ્રીકલ્ચર ફાર્મિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની કરેલી વિનંતી બાબતે પણ નેતાન્યાહુએ સહમતિ દર્શાવી હતી. મુખ્યમંત્રીએ ઈઝરાયેલ તરફથી ગુજરાતને પ્રાયોગિક ધોરણે ૧૦૦ ડિઝિટલ ફાર્મિંગ યુનિટની ભેટ આપવા માટે નેતાન્યાહુનો આભાર માન્યો હતો.