‘ગુજરાતમાં અમારાં ભાભીને પણ ન્યાય મળવો જોઇએ’ : ટ્રિપલ તલાક અંગે ઓવૈસીનો પીએમ મોદી પર કટાક્ષ

નવી દિલ્હી, તા. ૨૮
મુસ્લિમો વચ્ચે પ્રવર્તતા એક સાથે ટ્રિપલ તલાક (તલાક એ બિદ્દત)ને અપરાધ ગણવવા અને આ પ્રથાને સમાપ્ત કરવાના પ્રસ્તાવવાળો બહુચર્ચિત વિધેયક ગુરૂવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ટ્રિપલ તલાકને પ્રતિબંધિત કરવા અને વિવાહિત મુસ્લિમ મહિલાઓના અધિકાર સુરક્ષિત કરવા અંગે ‘મુસ્લિમ મહિલા (લગ્ન અધિકાર સંરક્ષણ) ખરડો ૨૦૧૭ને કેન્દ્રીય કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે રજૂ કર્યો હતો. બિલનો એઆઇએમઆઇએમ, ટીએમસી, આરજેડી, બીજેડી જેવા વિપક્ષી દળોએ વિરોધ કર્યો હતો. સંસદમાં ચર્ચા દરમિયાન ટ્રિપલ તલાક બિલમાં અપરાધિક જોગવાઇઓનો વિપક્ષે વિરોધ કર્યો હતો. અસદુદ્દીન ઓવૈસીએ બિલનો વિરોધ કરતા કહ્યું કે, જો આ બિલ પસાર થશે તો મુસ્લિમ મહિલાઓના અધિકારોનું હનન થશે. તેમણે કહ્યંુ પ્રસ્તાવિત કાનુન અંગે મુસ્લિમો સાથે કોઇ ચર્ચા કરવામાં આવી નથી. વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, દેશમાં ૨૦ લાખ એવી મહિલાઓ છે જેમને તેમના પતિઓએ છોડી દીધી છે અને તે મુસ્લિમ નથી. તેમના માટે કાયદો બનાવવાની જરૂર છે. આમાં ગુજરાતમાં અમારા ભાભી (નામ લીધા વિના ઓવૈસીનો ઇશારો પીએમ મોદી પર હતો) પણ સામેલ છે. તેમને પણ ન્યાય મળવો જોઇએ, આ સરકાર આવું ન કરી શકે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે, વિધેયક બંધારણનું હનન કરે છે અને તે કાયદાની રૂપરેખામાં બંધ બેસતી નથી. તેમણે કહ્યું કે, મુસ્લિમ મહિલાઓ સાથેના અન્યાયના કેસોને ઉકેલ માટે ઘરેલુ હિંસા કાનુન અને આઇપીસી અંતર્ગત અન્ય યોગ્ય જોગવાઇઓ છે અને આ પ્રકારના નવા કાયદાની જરૂર નથી. ઓવૈસીએ કહ્યું કે, ખરડો પસાર થવા અને કાનુન બન્યા બાદ મુસ્લિમ મહિલાઓને છોડવાની ઘટનાઓ વધી જશે. દેશમાં પહેલાથી કાનુન છે, હિંસા નિવારણ અધિનિયમ છે અનેઆઇપીસી પણ છે. તમે આવા જ કામને ફરીથી અપરાધ ઘોષિત ન કરી શકો. આ બિલમાં વિરોધાભાસ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks