ગુજરાતમાં બધી જ સીટ ઉપર ડિપોઝીટ ગુમાવવા છતાં ‘‘આપ’’ની નજર હવે કર્ણાટક ઉપર !

(એજન્સી) બેંગ્લુરૂ, તા.રર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ તમામ બેઠકો પર ડિપોઝીટ ગુમાવવા છતાં હવે આમ આદમી પાર્ટીની નજર કર્ણાટક ચૂંટણી પર છે. આપના કર્ણાટક રાજ્યના પ્રભારી અને પાર્ટીની એક્શન કમિટીના સભ્ય સંજયસિંહે આજે બેંગ્લુરૂની મુલાકાત લીધી હતી અને રાજ્યની ટીકા સાથે ચૂંટણી મુદ્દે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન કર્ણાટકમાં આપ દ્વારા શક્યતાઓ ચકાસવામાં આવી હતી. આજે સંજયસિંહે ટીમ સાથે ચર્ચા કરી હતી અને જમીન પરની હકીકતથી વાકેફ થયા હતા એમ આપના રાજ્ય કન્વીનર અને સેન્ટ્રલ કોર કમિટીના સભ્ય પૃથ્વી રેડ્ડીએ એક સમાચાર સંસ્થાને જણાવ્યું હતું. આપ પાસે કર્ણાટક માટે કોઈ પ્રખ્યાત ચહેરો નથી પણ પાર્ટીઓ રાજ્યમાં લોકોને આપ સાથે જોડાવવાની હાકલ કરી છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આપોઆપ પાર્ટીને નેતૃત્વ મળી જશે. તમારી પાસે કોઈ ચહેરો ન હોય તો તમારે ચૂંટણીમાં ભાગ ન લેવો જોઈએ તે દલીલ ઉચિત નથી. ચૂંટણી માટે કોઈ ચહેરો હોવો જરૂરી નથી. રેડ્ડીએ જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ પાર્ટી છોડી ગયેલા બળવાખોર નેતા રવિ ક્રિષ્ના રેડ્ડીને અમે ફરી પક્ષમાં જોડાવવા આમંત્રણ આપીએ છીએ. જો તેઓ પરત આવવા માંગતા હોય તો પાર્ટી આ અંગે ગંભીરતાથી વિચાર કરશે. સામાજિક કાર્યકર સંતોષ નારગુન્ડેએ તાજેતરમાં જ પાર્ટી જોઈન્ટ કરી હતી અને તેઓ હુબલીથી ભાજપના કદાવર નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર સામે ચૂંટણી લડે તેવી શક્યતા છે. ગુજરાત ચૂંટણીમાં આપે ર૭ ઉમેદવારો ઉતાર્યા હતા અને તમામની ડિપોઝીટ ડૂલ થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks