આગામી ૧૬-૧૭ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, તા.૧૩
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન ભરીને વરસ્યા બાદ મેઘરાજા એવી લાંબી રજા પર ઉતરી ગયા છે કે ન પૂછો વાત. ત્યારે ફરી એકવાર બંગાળની ખાડી પર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે આગામી ૧૬ અને ૧૭ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે જે રીતે દરિયો તોફાની બન્યો છે તે જોતાં આગામી ૪૮ કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી પરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જેને કારણે ૧૬ અને ૧૭ ઓગષ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે જે રીતે દરિયો તોફાની બન્યો છે તે જોતા આગામી ૪૮ કલાક સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૬ ટકા વરસાદ વરસ્યો છે.. તેમ છતાં રાજ્યના અમદાવાદ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં હજુ પણ જરૂરિયાત કરતા ઓછો વરસાદ વરસ્યો છે. અડધો ઓગસ્ટ પૂર્ણ થવા આવ્યો છે તેમ છતા મેઘરાજા હજુ પણ મન મુકીને વરસતા નથી. જેથી રાજ્યના ડેમોની સ્થિતિ વિકટ થતી જાય છે. રાજ્યના કુલ ૨૦૩ જળાશયોમાં બે લાખ બે હજાર ૮૩૯ ક્યુસેક પાણી છે. જે કુલ સંગ્રહ શકિતના ૩૬.૪૪ ટકા જેટલું થાય છે. સરદાર સરોવર ડેમમાં એક લાખ ૩૧ હજાર ૯૧૮ ક્યુસેક પાણી છે. જે કુલ સંગ્રહશકિતના ૩૯.૪૯ ટકા જેટલું થાય છે. તો ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૧.૮૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૭.૪૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૩.૧૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ફક્ત ૯.૫૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમા ૪૪.૫૧ ટકા જેટલું પાણી છે. પાણીની આવકની વાત કરીએ તો સરદાર સરોવરમાં ૪ હજાર ૧૬૭ કયુસેક, વણાકબોરીમાં ૬ હજાર ૫૦૦ કયુસેક, દમણગંગામાં ૬ હજાર ૭૧૦ કયુસેક, કડાણામાં ૧ હજાર ૬૭૫ કયુસેક અને રાવલ જળાશયમાં ૧ હજાર ૧૫૯ કયુસેક પાણીની આવક છે. તો વણાકબોરીમાંથી ૩૦૦ કયુસેક, દમણગંગામાંથી ૭૯૭ કયુસેક અને કડાણા જળાશયમાંથી ૯ હજાર ૨૦૦ કયુસેક પાણીની જાવક છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks