ગુજરાતમાં દલિતમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવામાં ત્રણ ગણો ઉછાળો

અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં ઉનાના દલિતોએ ગૌહત્યાના આરોપસર જાહેરમાં ફટકારવાની ઘટના બાદ જુલાઈ-૧૧ ર૦૧૬થી અત્યાર સુધીમાં ગુજરાતમાં સંખ્યાબંધ દલિતોએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. જે બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલ બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઈન્ડિયાના સહયોગથી થયું. સોસાયટીના ચેરમેન પી.જી.જ્યોતિકર ગુજરાતમાં બૌદ્ધ ધર્મ સ્વીકારનાર પહેલાં દલિત હતા. ત્યારબાદ ઉના ઘટના બન્યા બાદ અંદાજે ૧પ૦૦થી ૧૬૦૦ દલિતો બૌદ્ધ ધર્મના શરણે ગયા હતા. જેમાંના પ૦૦ જેટલા દલિતોએ નાગપુર જઈ ધર્મ પરિવર્તન કર્યો હતો. ઉના ઘટના પહેલાં દર વર્ષે ૪૦૦થી પ૦૦ દલિતો બૌદ્ધ ધર્મ ગ્રહણ કરતા હતા. નડિયાદના મંજીપુરા વિસ્તારના પ૦૦ જેટલા દલિતોએ દલિત ધર્મ સ્વીકાર્યો હતો. પ૬ વર્ષના સુરેશ મહેરીયાએ પરિવાર સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. હાલમાં એક બાંધકામ કંપનીના દલિત સંચાલક અને તેમના ઉચ્ચકુળના પત્નીએ બૌદ્ધ ધર્મ સ્વીકારી પુત્રનું નામ કનિષ્ઠ રાખ્યું. મહેરિયાનો યુવાન પુત્ર બીપીન પુનામાં સોફટવેર ઈજનેર છે તે પણ બૌદ્ધ ધર્મ સ્વીકારશે. મહેરિયા હવે સમયક બૌદ્ધ કહેવાય છે. આણંદના આસિસ્ટન્ટ સોશિયલ વેલ્ફેર અધિકારીએ પણ બૌદ્ધ ધર્મ કાયદેસર સ્વીકાર્યો. બૌદ્ધ ધર્મમાં શાંતિ મળે છે. અહીંયા કોઈ દેવ નથી જે શસ્ત્રો સાથે છે જે યુદ્ધ અને વિનાશનું ચિહ્ન છે. તેઓ આંતરિક શાંતિ આપે છે. મહેરિયા કહે છે કે, ૪૦૦ પરિવારો આ દશેરાના દિવસે નાગપુર જઈ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવશે. દલિતો સમગ્ર રાજ્યમાંથી બૌદ્ધ ધર્મ તરફ વળ્યા છે. અમદાવાદના દલિત સાંસદ કિરીટ સોલંકીએ કહ્યું કે ઉના કાંડ પછી સરકારે ઘણા પગલાં લીધા પરંતુ પાછળથી તેમાં ઘણુ રાજકારણ રમાયું. ર૬ વર્ષની સંગીતા પરમારે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યું છે. ધર્મજ ગામ દુનિયાનું ધનિક ગામ કહેવાય છે. પરંતુ ત્યાં પણ દલિત-પટેલ સંઘર્ષ થાય છે. કાંતિ મકવાણા નામના દલિતે ત્રણ બાળકોના કહેવાથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તેમને શુદ્ધ દલિત શબ્દ ગમતો ન હતો. જે અભદ્ર ભાષા છે. તેથી બાબાસાહેબના માર્ગે ચાલી બૌદ્ધ થયા. રમેશ બેંકર, નરેન્દ્ર નકુલ, (બેંક મેનેજર) કહ્યું કે, મને મિત્રો આ ઘટના ત્યારે તેમની માનસિકતા જોવા મળી. મારી અટકની સાથે હરિજન લખવું પડતું. ૬૭ વર્ષે મેં હિન્દુ ધર્મ છોડયો તેથી સમજી લેવાનું કે હિન્દુ ધર્મમાં કંઈક ખોટું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks