Ahmedabad

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના જાહેર પ્રચારનો અંત : હવે ગુપ્ત પ્રચાર !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેર ચૂંટણી પ્રચારનો આજે અંત આવ્યો હતો. ૯મી ડિસેમ્બરના દિવસે પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાનને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આજે પ્રથમ તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં છેલ્લી ઘડી સુધી વ્યસ્ત રહ્યા હતા અને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા હતા. આજે સાંજે પાંચ વાગે જાહેર ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજનાર છે. પ્રથમ તબક્કામાં આ બે વિસ્તારોમાં ૮૯ સીટ પર મતદાન થશે. કચ્છ-સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાં ચૂંટણી થનાર છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્ધારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અને બોટાદનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ૫૪ સીટો છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા માટે પણ મતદાન થનાર છે. જેમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કુલ ૩૫ સીટો રહેલી છે. આજે પ્રચારના છેલ્લે દિવસે તમામ દિગ્ગજો પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ડૉ. મનમોહનસિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ તમામ તાકાત લગાવી દીધી હતી. આજે સાંજે જાહેર પ્રચારનો અંત આવ્યા બાદ હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર તથા ખાનગી પ્રચાર કરશે. રાજય વિધાનસભાની આ પહેલી ચૂંટણી છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર આ ચૂંટણી યોજાઈ રહી છે . આ પરિસ્થિતિમાં જ્યાં એક તરફ વડાપ્રધાને પોતે તેમના પક્ષ ભાજપને ૧૫૦ થી વધુ બેઠકો પર વિજયી બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રચારકાર્ય માટે ગુજરાતની વિવિધ સ્થળોએ જાહેરસભાઓ કરી હતી. ત્યાં બીજી તરફ કોંગ્રેસ તરફથી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ ઉમટી પડયા હતા. પહેલા તબકકાની ચૂંટણી માટેના જંગમાં કુલ મળીને ૯૭૭ જેટલા ઉમેદવારોનુ ભાવિ મતદારો મતદાન કરી નકકી કરશે. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેન્દ્રીય પ્રધાનો, નેતાઓની સભાઓ, રેલીઓ અને રોડ શો યોજવામાં આવ્યા હતા. રાજયમાં પાટીદાર ફેકટર સહિત અનેક પરિબળો આ વખતના ચૂંટણીજંગમાં સામે આવવા પામ્યા છે.આ પરિસ્થિતિમાં જયાં ભાજપ વિકાસના મુદ્દા સાથે છેલ્લા ૨૨ વર્ષથી રાજયમાં ચાલી રહેલા પોતાના શાસનની અવધી વધુ પાંચ વર્ષ જળવાઈ રહે એ હેતુ સાથે ૧૫૦ થી પણ વધુ બેઠકો સાથે ચૂંટણી જીતવા મેદાનમાં છે તો સામે પક્ષે કોંગ્રેસ રાજયમાં પોતાનો ૨૨ વર્ષનો રાજકીય સન્યાસ પુરો કરવા મેદાનમા ઉતરશે.
પ્રથમ તબક્કાનું ચિત્ર…
બેઠકો ૮૯
જિલ્લા ૧૯
ઉમેદવાર ૯૭૭
મતદારો ૨.૧૨ કરોડ
મતદાન ૯મી ડિસેમ્બર
સૌરાષ્ટ્ર-કચ્છની સીટો ૫૪
દક્ષિણ ગુજરાતની સીટો ૩૫

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.