ગુજરાતમાં કિલર સ્વાઈન ફ્લૂનો કહેર જારી : વધુ ૪ લોકોનાં મોત

અમદાવાદ, તા.૪
કિલર સમાન સાબિત થઇ રહેલા અને દરરોજ મોટી સંખ્યામાં લોકોને પોતાના સકંજામાં લઇ રહેલા સ્વાઈન ફ્લૂના કારણે ગુજરાતમાં વધુ ૪ લોકોના મોત થયા છે. જ્યારે ૧૩૧ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. પાંચના મોત સાથે જ મોતનો આંકડો વધીને ૩૭૩ થઇ ગયો છે જ્યારે વધુ ૧૩૧ કેસો નોંધાતા જાન્યુઆરીથી લઇને ત્રીજી સપ્ટેમ્બર સુધી કેસોની સંખ્યા વધીને ૫૬૫૯ સુધી પહોંચી ગઈ છે. કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. સ્વાઈન ફ્લૂથી મોતના મામલામાં ગુજરાત સૌથી અગ્રણી રાજ્ય થઇ ગયું છે. ૨૦૦૯ બાદથી સ્વાઈન ફ્લૂના કારણે ગુજરાતમાં ૧૬૯૨ મોત થયા છે અને ૧૬૧૯૪ કેસો નોંધાયા છે. કિલર સ્વાઈન ફ્લૂને કાબૂમાં લેવામાં સફળતા મળી રહી છે તેવા ગુજરાત સરકારના દાવાઓ છતાં સ્વાઇન ફ્લૂના કારણે દરરોજ મોતનો સિલસિલો જારી રહ્યો છે. એકલા અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક છે. એકંદરે જુદા જુદા ભાગોમાં સ્વાઈન ફ્લૂથી મોટી સંખ્યામાં લોકો ગ્રસ્ત થયા છે. નવા નવા કેસ દર્શાવે છે કે ગુજરાતમાં હાલત કફોડી બની ચૂકી છે. સરકારી આંકડા દર્શાવે છે કે, છેલ્લા ૧૬ દિવસના ગાળામાં સ્વાઈન ફ્લૂના કારણે ૧૨૯ના મોત થઇ ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આટલા ગાળામાં જ સ્વાઈન ફ્લૂના કેસોની સંખ્યા ૨૮૧૯ થઇ ગઇ છે. તેમ છતાં સરકારી તંત્ર સાચા આંકડા બહાર ના આવે અને લોકોમાં સ્વાઇન ફલૂની સાચી પરિસ્થિતિ ખુલ્લી ના પડી જાય તે હેતુથી સાચી આંકડાકીય માહિતી પણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમછતાં સ્વાઇન ફલૂના મામલે સરકાર અને સત્તાવાળાઓની નિષ્ફળ કામગીરી ખુલ્લી પડી જ ગઇ છે. ખુદ સરકારી તંત્રના દાવા મુજબ, રાજયભરમાં સ્વાઇન ફુલને લઇ હાથ ધરાયેલા સર્વેક્ષણમાં અત્યારસુધીમાં શંકાસ્પદ જણાતાં હજારો વ્યકિતઓને પ્રોફાઇલેકટીક સારવાર હેઠળ આવરી લેવાયા છે. રાજ્યમાં હાલ સ્વાઇન ફ્લૂના સેંકડો દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે પૈકી અનેક દર્દીઓ વેન્ટીલેટર પર છે. સ્વાઈન ફ્લૂને લઇને ભારે ખળભળાટ જારી રહ્યો છે. સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં પણ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આંકડા પરથી આ બાબત સ્પષ્ટ થઇ જાય છે. ઘણા દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ હોવાથી મોતનો આંકડો વધવાની દહેશત છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks