અમદાવાદ, તા.ર૩
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે ૩રથી ૩પ રેલીઓને સંબોધશે. આ ઉપરાંત મોટા પાયે પ્રચાર અભિયાનના ભાગરૂપે ભાજપ દ્વારા પ૦ હજાર બુથ પર ચાય કે સાથ કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહ લોકો સાથે સંવાદ કરશે.
વડાપ્રધાન મોદી ભૂજથી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. જ્યાં ૩૩ ટકા મુસ્લિમ મતદારો છે. રવિવારે તેઓ અમરેલીમાં રેલી યોજશે. જ્યાં પટેલ કોમનું વર્ચસ્વ છે. પટેલ કોમ ભાજપમાં રહેશે તેવી ભાજપને આશા છે. હાલમાં પટેલ કોમ અનામત મુદ્દે ભાજપથી નારાજ છે. ચાર રેલી બાદ મંગળવારે ફરીથી ગુજરાત આવશે અને બીજી ચાર રેલીઓ કરશે. તે જ દિવસે ‘ચાય કે સાથ’ કાર્યક્રમ યોજાશે. તેમજ પ૦,૧ર૮ બુથો પર ‘મન કી વાત’ કાર્યક્રમ યોજાશે. ચાય પે ચર્ચા-ર૦૧૮ના કાર્યક્રમથી તેઓ વિજયી થયા હતા. એક ચાવાળા તરીકેનું અભિયાન સફળ રહ્યું હતું. કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ચાવાળા મોદી વડાપ્રધાન કદી ન બની શકે તેવી વાત કરી હતી. કોંગ્રેસે ફરીથી ટિ્વટ કરી ચાયવાલા કહી મજાક કરી હતી. ભાજપે તેનો મતદારો જવાબ આપશે તેવું જણાવ્યું હતું.
ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે પ્રચારનું મુખ્ય આકર્ષણ વિકાસ સામે વંશવાદનો મુદ્દો હશે. ભાજપ સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરે છે. ગુજરાતમાં છેલ્લા રર વર્ષથી ભાજપ સત્તા પર છે. ભાજપે હિમાચલ પ્રદેશમાં ભાવિ મુખ્યમંત્રી તરીકે પ્રેમકુમાર ધુમલનું નામ આગળ કર્યું છે.પરંતુ ગુજરાતમાં મોદીના વિકાસનો એજન્ડો આગળ કર્યો છે અને કોઈ નામ મુખ્યમંત્રી પદ માટે રજૂ કરાયું નથી. ૧૮ ડિસેમ્બરે પરિણામો આપશે. અમિત શાહે ૧પ૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક સેવ્યો છે. ર૦૦રમાં ૧ર૭ સીટો મળી હતી. કોંગ્રેસ સતત ત્રણ વાર નિષ્ફળતા છતાં આ વખતે આશાવાદી છે. રાહુલ ગાંધી સતત ગુજરાતના પ્રવાસે રહે છે. ૯ ડિસેમ્બર પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ પદે બિરાજશે. કોંગ્રેસે ૪૦ પ્રચારકો ગુજરાતમાં ઉતાર્યા છે.