Ahmedabad

ગુજરાતના વિકાસમાં યુપીના મજૂરોનો ફાળો; યુપીમાં ગુજરાતના ઉદ્યોગપતિ રોકાણ કરે

અમદાવાદ, તા.૧૮
ગુજરાતની ભાજપ સરકારે ર૦૦૩થી શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ યોજી રહી છે તે જોઈને હવે ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર પણ ગુજરાતના નકશે કદમ ઉપર ચાલીને યુપીમાં તા.ર૧-રર ફેબ્રુઆરી દરમ્યાન ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા જઈ રહી છે. ત્યારે યુપીના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ ગુજરાત આવીને રોડ શો કર્યો હતો. તેમજ દિનેશ શર્માએ ગુજરાતના મૂડી રોકાણકારો અને ઉદ્યોગકારોને યુપીમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. યુપીમાંં ઈન્વેસ્ટર્સ સમિટ માટે અમદાવાદમાં રોડ શો કર્યા બાદ યુપીના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, યુપીમાં રોજગાર વધે, ઉત્પાદન વધે, સુવિધાઓ વધે તે મુદ્દાઓ ઉપર અમે ઘણી ચર્ચાઓ કર્યા બાદ ઈન્ડસ્ટ્રીઝ, ટુરિઝમ આઈટી, એજ્યુકેશનલ સહિત તમામ વિભાગોની પોલિસી બનાવી. એટલે કે ટૂંકમાં કહીએ તો યુપી બદલાઈ રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત ભારતની પ્રગતિનું સૂચક માપ છે. ત્યારે ગુજરાતની વાયબ્રન્ટ સમિટની જેમ યુપીમાંં અમે ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા જઈ રહ્યા છે. તેના માટે આજે રોડ-શો પણ કર્યો છે. જો કે યુપીના મજૂરો અને ઉદ્યોગ સાહસિકોએ ગુજરાત આવીને ગુજરાતના વિકાસમાં મદદરૂપ બન્યા છે. ત્યારે અમે ગુજરાતના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને યુપીમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું છે. તેમને વીજળી, રસ્તા, પાણી સહિતની તમામ સુવિધાઓ અમે આપવા માટે કટિબદ્ધ છીએ. અમે ઈચ્છીએ છે કે ગુજરાતની સારી ચીજો યુપીમાં લઈ જઈએ અને યુપીની સારી ચીજોને ગુજરાતમાં આપીએ. એમ દિનેશ શર્માએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આજે ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. દિનેશ શર્મા આગામી ર૧-રર ફેબ્રુઆરી-ર૦૧૮ દરમ્યાન ઉત્તરપ્રદેશમાં યોજાનારી ઉત્તરપ્રદેશ ઈન્વેસ્ટર્સ સમિટ-ર૦૧૮ના આયોજનરૂપે ગુજરાતમાં યોજાયેલા રોડ-શોનું નેતૃત્વ કરવા ગુજરાત આવ્યા હતા. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમ્યાન ગુજરાતે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ર૦૦૩થી દર બે વર્ષે સફળતાપૂર્વક યોજેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટની ઉત્તરોત્તર સફળતા અને વિશેષતાઓની વિશદ ભૂમિકા-સમજ આપી હતી. ત્યારે ર૦૧૭ની વાયબ્રન્ટ સમિટમાં થયેલા રપ હજાર ઉપરાંત વિવિધ ક્ષેત્રના MOU તેમજ રોજગાર સર્જનમાં તેના પ્રદાન વિશેની વિગતોથી મુખ્યમંત્રીએ દિનેશ શર્માને વાકેફ કર્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો અવશ્યક છે કે, ઉત્તરપ્રદેશમાં નવનિયુકત સરકાર પણ છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના પગલે આગામી ર૦૧૮માં ફેબ્રુઆરીમાં આવી સમિટ યોજવાની છે. મુખ્યમંત્રી સાથેની આ ફળદાયી બેઠક દરમ્યાન ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ ગુજરાતનું આ સમિટના સફળ આયોજનનું અનુભવ જ્ઞાન ઉત્તરપ્રદેશ માટે માર્ગદર્શક બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંંત્રી ગુજરાતના મૂડીરોકાણકારો-ઉદ્યોગકારોને યુપીમાં રોકાણ માટે પ્રેરિત કરવા અમદાવાદમાં રોડ શો યોજવા ઉદ્યોગ વિકાસમંત્રી સતીષ મહાના અને શેરડી વિકાસ ખાંડ ઉદ્યોગ તેમજ ઉદ્યોગ વિકાસ રાજ્યમંત્રી સુરેશ રાણા અને ઉત્તરપ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગુજરાત આવ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.