ગુજરાતને અન્યાય એ કોંગ્રેસના DNAમાં જ છે : કેન્દ્રીય મંત્રી

અમદાવાદ,તા.૧૧
ગુજરાતની ભાજપા સરકારે કેન્દ્રની યુ.પી.એ સરકાર પાસે સતત ૧૦ વર્ષ સુધી વિકાસ માટે રજૂઆત કરી હતી પરંતુ કોંગ્રેસ સરકારે ગુજરાતના વિકાસના મુદ્દે આંખ આડે કાન કરી ગુજરાતના વિકાસને સતત રૂંધવાના પ્રયત્નો કર્યા હતા. કોંગ્રેસની કેન્દ્ર સરકાર હંમેશા ગુજરાત વિરોધી રહી હતી છતાં પણ કયારેય ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ તેમનો વિરોધ ન કર્યો હતો તે ખૂબ જ આંચકાજનક છે. કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને ગુજરાતના કોંગ્રેસ નેતાઓની ગુજરાત વિરોધી માનસિકતા અંગે કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારમનએ કટાક્ષ કરતા કહ્યંુ હતું કે, ગુજરાત વિરોધનું ભૂત અને ગુજરાતને અન્યાય એ કોંગ્રેસના ડી.એન.એ.માં જ છે. પત્રકાર પરિષદમાં નિર્મલાએ જણાવ્યું હતું કે, એક વિપક્ષ તરીકે પણ કોંગ્રેસના ગુજરાતના નેતાઓએ તે સમયની કેન્દ્રની કોંગ્રેસની સરકાર પાસે રજૂઆત ન કરી હતી. નર્મદા યોજનાનું માત્ર ખાતમુર્હૂત જવાહરલાલ નેહરૂ કરીને ગયા પણ જ્યારે બિન કોંગ્રેસી ભાજપા અને જનતા પાર્ટીની સરકાર જેવી કે, મોરારજી દેસાઈની સરકાર, અટલબિહારી બાજપાઈ સરકાર અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સત્તામાં છે ત્યારે જ નર્મદા યોજનાનું કામ આગળ વધ્યું અને પૂર્ણ થયું. તેમણે કોંગ્રેસને સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે, શા માટે આટલી બધી નફરત કોંગ્રેસને ગુજરાત પ્રત્યે છે, ગુજરાતીઓ પ્રત્યે છે ? નિર્મલા સીતારમનએ રાષ્ટ્રીય સુરક્ષા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપાની કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારો સાથે સંવાદ કરીને આંતરરાષ્ટ્રીય સીમા પરના પ્રશ્નોની ચર્ચા કરે છે. રાજ્યના હિતને સંપૂર્ણપણે ધ્યાનમાં લેવાય છે. કોંગ્રેસના સમયમાં રાજ્યોને કોઈપણ જાતનું મહત્ત્વ અપાતું ન હતું. સરક્રીક બાબતે હાલની કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે પરામર્શ કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks