(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
ગુજરાતની ચૂંટણીની તારીખો હિમાચલની ચૂંટણીની તારીખો સાથે જાહેર ન કરવા બદલ વિપક્ષોએ ચૂંટણી પંચ પર વડાપ્રધાનની કઠપૂતળીનો આરોપ મૂક્યો છે. ગુજરાતની ચૂંટણીની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી. જ્યારે બન્ને રાજ્યોમાં એક જ સમયે ચૂંટણી થઈ રહી છે. કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, કેન્દ્ર ચૂંટણીપંચ પર દબાણ લાવી ભાજપના રાજકીય છેડાને અનુરૂપ થવા જઈ રહ્યા છે. તે સ્પષ્ટ છે કે મોદી સરકાર અને ભાજપ નેતા રાજકીય અંતથી બચવા ચૂંટણીપંચ પર દબાણ લાવી રહ્યા છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ભાજપને રાજકીય કાયદારૂપ ચૂંટણીપંચ થઈ રહ્યું છે. આવા સમયે ચૂંટણીપંચે હિમાચલની સાથે જ ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ કરી દેવી જોઈએ. પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય.કુરેશીએ પણ ચૂંટણીપંચના પગલાં સામે સવાલ ઉઠાવી કહ્યું છે કે, વડાપ્રધાન મોદી આગામી અઠવાડિયે ગુજરાતની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટણી થનાર રાજ્યોની તારીખો જાહેર થયા બાદ તે રાજ્યોની મુલાકાત સાથે ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં લેવી જોઈએ. ચૂંટણીની તારીખો જાહેર થયાની સાથે જ આચારસંહિતા પરિણામો સુધી લાગુ રહે છે. કુરેશીએ કહ્યું કે ચૂંટણીપંચનો નિર્ણય એકીસાથે ચૂંટણી કરાવવાના વલણની વિરૂદ્ધ છે. આપ નેતા અને પત્રકાર આશુતોષે કહ્યું કે, ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર નહીં કરી ચૂંટણીપંચે તેની સ્વાયત્તા સાથે સમાધાન કર્યું છે. ચૂંટણીપંચે રિઝર્વ બેંકની માફક શરણાગતિ સ્વીકારી છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે તારીખની જાહેરાતનો વિલંબ ભાજપની કેટલીક જાહેરાતો કરવાનો હેતુ છે.
મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતીએ કહ્યું કે ૧૮ ડિસેમ્બર પહેલાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે. બન્ને રાજ્યોમાં એકસાથે ચૂંટણીની તારીખો જાહેર ન કરવા બાબતે તેમણે કહ્યું કે વિકાસના કામોને જોતાં લાંબા સમય સુધી આચારસંહિતા લાગુ કરી શકાય નહીં. બન્ને રાજ્યોમાં અગાઉ પણ ૧૯૯૩, ૧૯૯૪, ર૦૦રમાં ચૂંટણીની તારીખો અલગથી જાહેર કરાઈ હતી.