નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત પરથી જળસંકટ હળવું

અમદાવાદ, તા.૪
ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે છેલ્લા ઘણા દિવસોથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદા નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. અત્યારે હાલ નર્મદા ડેમની સપાટી ૧૨૩.૬૪ મીટર પર પહોંચી ગઈ છે ત્યારે રાજ્યમાં ઉનાળાના સમયમાં જે પાણી માટે જે સ્થિતિ ઊભી થાય છે તે સ્થિતિને પહોંચી વળાય તેટલું પાણી આવી રહ્યું છે. સાથે જ ગુજરાતમાં પાણીનું સંકટ પણ હળવું થઈ રહ્યું છે. નર્મદા ડેમમાં સતત ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. છેલ્લા ૨૦ દિવસ દિવસમાં ડેમની સપાટીમાં ૧૩.૨૫નો વધારો થયો છે ત્યારે ખાસ કરીને ખેડૂતો માટે આ રાહતના સમાચાર ચોક્કસ કહી શકાય. આ તરફ ઉપરવાસમાંથી ૪૯,૫૪૭ ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે અને ડેમની સપાટીમાં દર કલાકે ૩ સેમીનો વધારો થઈ રહ્યો છે. અત્યારે ડેમમાં ૧૮૫૭.૪૫ સ્ઝ્રસ્ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો પહોંચ્યો છે, તો બીજી તરફ મુખ્ય કેનાલમાંથી ૮૨૪૨ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છે તો આ સાથે જ પાણી ન હોવાના કારણે લાંબા સમયથી બંધ પડેલા નર્મદા ડેમના ઝ્રૐઁૐ પાવર હાઉસના યુનિટ શરૂ કરવામાં આવ્યા છે અને વિજળી ઉત્પાદન યુનિટ પણ સક્રિય બન્યા છે અને તેનું કામ ફરીથી શરૂ થયું છે. હાલમાં ૨૫૦ મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસનું એક વીજ મથક ચલાવાય છે. આમ, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ગુજરાતના માથેથી પાણીની કટોકટી ટળી ગઈ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks