ગુજરાત રમખાણોમાં PM મોદીને ક્લિનચીટ આપનારા અધિકારીને NIA અધ્યક્ષ બનાવાયા

નવી દિલ્હી, તા. ૧૮
ગુજરાતમાં ૨૦૦૨માં થયેલા ભયંકર રમખાણો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી એસઆઇટીની તપાસમાં સામેલ રહેલા સીનિયર આઇપીએસ અધિકારી વાય. સી. મોદીની આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઇએના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરી છે. આ કેન્દ્રીય તપાસ એજન્સી આતંકવાદ અને આતંકવાદના ભંડોળ અંગેની તપાસ કરી રહી છે. મંત્રીમંડળની નિમણૂંક સમિતિ (એસીસી)એ એનઆઇએના ડાયરેક્ટર જનરલ તરીકે મોદીની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે તેમ ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવાયું છે. સશસ્ત્ર સીમા બળના ડાયરેક્ટર જનરલ તરીકે અન્ય વરિષ્ઠ આઇપીએસ અધિકારી રજનીકાંત મિશ્રાની નિમણૂંક કરવામાં આવી છે. વાય. સી. મોદી ૩૧ મે ૨૦૨૧ સુધી પોતાના પદ પર જળવાઇ રહેશે.
એસીસીએ મોદીની એનઆઇએમાં સ્પેશિયલ ડ્યૂટી ઓફિસર તરીકેની નિમણૂંકને પણ મંજૂરી આપી દીધી છે જેથી તેઓ સરળતાથી આ પોસ્ટ પર કામગીરી બજાવી શકશે. વાય.સી. મોદી વર્ષ ૨૦૧૫માં સીબીઆઇના એડિશનલ ડાયરેક્ટર પદે પણ નિમણૂંક પામી ચૂક્યા હતા. સીબીઆઇમાં નિમણૂંક પામતા પહેલા મોદી શિલોંગમાં એડીજી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કામમા સારૂ પ્રદર્શન જોઇને ગૃહ મંત્રાયલ દ્વારા વાય. સી. મોદીને એનઆઇએના નવા ડીજી બનાવવાનો નિર્ણય કર્યો છે. ૧૯૮૪ના આસામ-મેઘાલય બેચના આઇપીએસ અધિકારી વાય. સી. મોદી એનઆઇએનો પ્રભાર એવા સમયે સંભાળવા જઇ રહ્યા છે જ્યારે એજન્સી પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી જૂથો દ્વારા જમ્મુ-કાશ્મીરના અલગતાવાદીઓ અને પથ્થરબાજોના ભંડોળ અંગેની તપાસ કરી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks