GSTનો વિરોધ કરી-કરીને વેપારીઓએ સરકારને આ મામલે વિચારવા રેલીઓ અને આંદોલન કર્યા છતાં સરકારના પેટનું પાણી હાલ્યું નહીં. ત્યારે વેપારીઓ બાદ હવે પુનઃ GSTનો વિરોધ શરૂ થયો છે. આ વખતે વિરોધ કરવા માટે સેલટેક્ષ બાર એસોસિએશન મેદાનમાં આવ્યું છે. ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને આવકારનાર ટેક્સ પ્રેક્ટિશનરો GST સિસ્ટમથી ત્રસ્ત છે. તેમણે સિસ્ટમના વિરોધમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડયું છે. જેના ભાગરૂપે શુક્રવારે બપોરના સુમારે ગુજરાત સેલટેક્ષ બાર એસોસિએશનના સભ્યોએ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે રાજ્યકર ભવન આશ્રમરોડ અમદાવાદ ખાતે એકત્રિત થઈ CGSTકમિશનરની ઓફિસ સુધી રેલી સ્વરૂપે જઈ પોતાને પડતી તકલીફોની રજૂઆત કરી હતી.
Facebook
0
Twitter
0