ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જવાબદારી ભાજપે અરૂણ જેટલીને સોંપી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧પ૦+નો ટાર્ગેટ રાખનાર ભાજપે ચૂંટણીમાં જીત મેળવવી તો ઠીક હાલની ૧ર૧ બેઠકો છે. તેમાંય વધારો કરવા કમર કસી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રભારી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અરૂણ જેટલીન નિમણૂંક કરી છે. જ્યારે અન્ય ચારને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ માટે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી મોટો પડકાર છે. આથી આ પડકારનો સામનો કરવા અને ૧પ૦ +ના ટાર્ગેટને પાર પાડવા કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીની ગુજરાતના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત નરેન્દ્રસિંહ તોમર, નિર્મલા સીતારમન, જીતેન્દ્રસિંહ અને પી. પી. ચૌધરીની સહપ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આમ કોંગ્રેસે ચૂંટણીની વિવિધ સમિતિઓ પ્રદેશ હોદ્દેદારોની નિમણૂંકની જાહેરાત કર્યાના થોડાક જ કલાકોમાં ભાજપે પ્રભારી સહપ્રભારીની નિમણૂંક કર્યાની જાહેરાત કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks