Ahmedabad

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ

અમદાવાદ, તા.૧૩
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રથમ તબક્કા માટે જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ચૂંટણી યોજાશે. રાજયમાં આગામી માસમાં ૯ તેમજ ૧૪ ડીસેમ્બર એમ બે તબકકામા વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાનની પ્રકિયા હાથ ધરવામા આવનાર છે એ અગાઉ પ્રથમ તબકકામાં જે ૮૯ જેટલી બેઠકો માટે મતદાન ૯ ડિસેમ્બરના રોજ હાથ ધરવામા આવશે આ બેઠકો માટે આવતીકાલે મંગળવારના રોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવશે.રાજય ચુંટણી પંચ દ્વારા આવતીકાલે મંગળવારે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યા બાદ ૧૪ થી ૨૧ નવેમ્બર દરમિયાન ઉમેદવારી પત્ર ભરી શકાશે.જયારે ૨૨ નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રની ચકાસણી કરવામા આવશે.૨૪ નવેમ્બર સુધીમા ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે.આ બેઠકો પર ૯ ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામા આવશે.બીજા તબકકામાં ૯૩ બેઠકો માટે જાહેરનામુ ૨૦ નવેમ્બરના રોજ બહાર પાડવામા આવશે.પહેલા તબકકામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની ૮૯ બેઠકોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૫મી ઓક્ટોબરના દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા અટકળોનો અંત આવ્યો હતો. ગુજરાતમાં બે તબક્કામાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરના દિવસે ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બંને જગ્યાઓએ મતગણતરી એક જ દિવસે એટલે કે ૧૮મી ડિસેમ્બરે થશે. ગુજરાત ચૂંટણીમાં આ વખતે ૫૦૧૨૮ પોલિંગબુથ અથવા તો મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ગોવા બાદ હિમાચલ અને ગુજરાત એવા રાજ્ય બની ગયા છે જ્યાં ચૂંટણીમાં ૧૦૦ ટકા વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. પ્રદેશમાં ૧૦૦ ટકા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં આવશે. વીવીપેટ ઉપરાંત હાઈપ્રોફાઇલ ગુજરાત ચૂંટણી માટે અન્ય કેટલાક પગલા પણ લેવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં નજર રાખવા માટે અને પેમેન્ટ સુધીમાં આઈટીનો ઉપયોગ કરવામાં આવશે.
પ્રથમ ચરણનો ચૂંટણી કાર્યક્રમ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ આવતીકાલે પ્રથમ તબક્કા માટે જાહેરનામુ જારી કરાશે. પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લામાં ૮૯ બેઠક પર મતદાન થશે.
પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લામાં ૮૯ સીટ પર મતદાન
પ્રથમ તબક્કામાં ૨.૧ કરોડ મતદારો મતદાન કરશે
૧૪મી નવેમ્બરે જાહેરનામુ જારી કરાશે
૨૧મી નવેમ્બરે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ રહેશે
૨૨મી નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે
૯મી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતતદાન થશે

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.