Ahmedabad

રાજ્યભરમાં સુસવાટા મારતા પવન સાથે ઠંડીનો જોરદાર ચમકારો : નલિયામાં પારો ૩.૩ ડિગ્રી

શિયાળો તેનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. ત્યારે શહેરીજનો રૂમહીટર થકી તીવ્ર ઠંડી સામે રક્ષણ મેળવે છે. જયારે ગામડામાં માનવી આજે પણ ગરમ વસ્ત્રો સાથે તાપણાનો સહારો લેતો હોય છે. શિયાળામાં તાપણું માનવીને એક બીજાની નિકટ લાવે તે તો નિર્વિવાદ વાત છે પણ તાપણું મૂગા પશુને પણ માનવી સમીપે બેસવા મજબૂર કરે છે. તેની આ જીવંત તસવીર પ્રાંતિજના બજારચોક ખાતેની છે. શિયાળાના ટાઢાબોળ વાતાવરણમાં હુંફ મેળવવા લાકડા સળગાવી તાપણું કરતા નગરજનો પાસે બેસી ગયેલ ગાયના બચ્ચાને આશરો આપી જીવદયાનું ઉદાહરણ પેશ કર્યું છે ત્યારે વોટસએપ યુગનો એક મેસેજ આ તસવીરને ફીટ બેસે છે શિયાળામાં લોહી વહેતું રાખવા માટે એક ‘તાપણું’ જોઈએ પણ લાગણી વ્હેતી રાખવા માટે એક જન ‘આપણું’ જોઈએ.

અમદાવાદ, તા.૯
ઠંડીમાં સામાન્ય રાહત બાદ એક તરફ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાયક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે, જ્યારે બીજી તરફ ઉત્તર-પૂર્વથી ઉત્તરના ઠંડા પવનોના જોર વધતા રાજ્યભરમાં જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ લઘુતમ તાપમાનનો પારો ૪થી પ ડિગ્રી જેટલો ઘટી લોકો રીતસરના ધ્રુજી ઊઠ્યા હતા. ૩.૩ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર બની ગયું હતું, જ્યારે આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતાને જોતા ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યભરમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે. ૩.૩ ડિગ્રી તાપમાન સાથે નલિયામાંઆજનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન હજુ યથાવત છે. ભારે પવનથી લોકો ઠૂંઠવાઈ રહ્યાં છે. જોકે આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ઠંડા પવનોની અસરોથી રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ૫થી ૮ ડિગ્રી ગગડ્યો છે. સમગ્ર રાજ્યમાં ૩ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. ત્યારબાદ ભુજ- ૮, રાજકોટ- ૯, કંડલા એરપોર્ટ- ૮, ડીસા- ૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં તાપમાન વધ્યું હતું. જ્યારે આજથી ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યાં છે. હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી ૫ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. એક્યુવેધર મુજબ ૧૧થી ૧૩ જાન્યુઆરી વાતાવરણમાં ધુમ્મસ જોવા મળશે. ત્યારબાદ ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. ૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુત્તમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે. ઠંડીને પરિણામે લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. વહેલી સવાર અને મોડીસાંજે રસ્તાઓ સૂમસામ ભાસતાં હતા લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. કેટલીક જગ્યાએ તાપણા કરીને લોકોએ કાતિલ ઠંડીથી રક્ષણ મેળવવાનું પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને ફૂટપાથ પર સૂઈ રહેનારા લોકો માટે ઠંડી ખૂબ જ ઘાતક બની રહે છે. ત્યારે આવા લોકોને રેન બશેરામાં સ્થાન મળે તે જરૂરી છે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ લઘુતમ તાપમાન
નલિયા ૩.૩
ગાંધીનગર ૭.૫
ભૂજ ૮.૩
ડીસા ૮.૪
કંડલા એરપોર્ટ ૮.૪
કેશોદ ૮.૮
રાજકોટ ૯.૦
અમદાવાદ ૯.૬
વડોદરા ૧૦.૦
અમરેલી ૧૦.૩
સુરેન્દ્રનગર ૧૦.૯
આણંદ ૧૧.૦

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.