ગુજરાતની બે દિવસની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી દિલ્હી રવાના

અમદાવાદ, તા.૧૪
ગુજરાતની બે દિવસની સફળ મુલાકાત બાદ વડાપ્રધાન આજે રાત્રે અમદાવાદ એરપોર્ટથી ભારતીય વાયુદળના વિમાનમાં દિલ્હી જવા રવાના થયા હતા. દેશ અને ગુજરાતના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વની એવી ભારતની પ્રથમ મહત્ત્વની બુલેટ ટ્રેનના ભૂમિપૂજન તેમજ ઈન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટ-૨૦૧૭ના ભાગરૂપે બે દિવસની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતેથી આદરભાવ સાથે વિદાય આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાનને પ્રોટોકોલ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર ગૌતમ શાહ, મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ, સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ એલ.ચુઆંગો, રાજ્ય પોલીસ વડા ગીતા જોહરી, અમદાવાદ કલેક્ટર અવંતિકાસિંઘ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ઉપસ્થિત રહી વિદાય આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks