ગુજરાતની સૌથી મોટી વડોદરા મેરેથોન તા.૭ જાન્યુઆરીએ યોજાશે

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
વડદોરાને વિશ્વકક્ષાએ નામના અપાવનારી અને હવે ભારતની બીજી સૌથી મોટી એવી વડોદરા મેરેથોન આગામી તા.૭ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ યોજાશે અને આ સાથે જ મેરેથોનની સ્પોર્ટસ, સેવા સ્વચ્છતાની પ્રણાલિકાને આગળ ધપાવશે. આ સાથે આગામી સાતમી મેરેથોનમાં સામાજિક સંદેશ, પ્રિઈવેન્ટ સાથે અનેક આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે. આ અંગે વડોદરા મેરેથોનનાં ચેરપર્સન તેજલ અમીનએ જણાવ્યું હતું કે, વડોદરાની સૌથી મોટી ઈવેન્ટ એવી વડોદરા મેરેથોન આગામી ૭ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ યોજાશે. ભારતની બીજી સૌથી મોટી મેરેથોન અને ગુજરાતની સૌથી મોટી મેરેથોનમાં વિવિધ કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવશે. જેમાં ૪૨ કિ.મી.ની ફૂલ મેરેથોન, ૨૧.૯ કિ.મીની હાફ મેરેથોન, ૧૦ કિ.મી.ની દોડ, પ કિ.મી.ની ફન રન, દિવ્યાંગ રન, જવાન રન અને પ્લેજ રન. આ વર્ષથી મેરેથોનનો પોલોગ્રાઉન્ડ પરથી પ્રારંભ કરાવવામાં આવશે. આ વર્ષથી વડોદરા મેરેથોન દ્વારા એક નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. જેને ધ હોમકમિંગ રન કહેવામાં આવશે. જેમાં વિદેશમાં વસતા ભારતીયોને માતૃભુમિ પર મેરેથોન રનનો લાભ મળશે. અત્યાર સુધીમાં ૨૦૦ જેટલા એનઆરઆઈ દ્વારા આ દોડમાં ભાગ લેવા માટે કન્ફર્મેશન મળી ચૂક્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks