‘પીડીપી સાથે ગઠબંધનનો સવાલ જ નથી’ : કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે જમ્મુ-કાશ્મીરમાં જોડાણના અહેવાલો ફગાવ્યા

(એજન્સી) નવી દિલ્હી,તા.૨
કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ’ના અત્યારે ના ભવિષ્યમાં’ કોઈપણ રીતના ગઠબંધનની સંભાવનાનો ઇન્કાર કર્યો છે. આની સાથે કોંગ્રેસે મીડિયામાં એક ઝાટકે આવેલી બંને પાર્ટીઓ વચ્ચે સંભવિત ગઠબંધનની વાતોનું ખંડન કર્યું. આ ખબરો વિશે પૂછતાં રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, ભાજપના સમર્થન પરત ખેંચી લીધા બાદ સત્તાથી બહાર થયેલ પીડીપી સાથે કોઈ પણ રીતના ગઠબંધનનો સવાલ જ પેદા નથી થતો.
આઝાદે કહ્યું કે, પીડીપીની સાથે ના અત્યારે ના ભવિષ્યમાં કોઈપણ રીતના ગઠબંધનનો સવાલ જ નથી. તેઓએ પીડીપીના કોઈપણ નેતાથી મળવાનો ઇન્કાર કર્યો. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના શુક્રવારે અહીંયા આવ્યા બાદ કાશ્મીર ઘાટીમાં રાજનીતિ સમૂહોમાં અફવાઓનું બજાર ગરમ છે. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપે અચાનક સમર્થન પરત ખેંચતા મહેબૂબા સરકારને પાડી દીધી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts