હોટલમાં મિત્ર પર લાગેલા બળાત્કારના આરોપમાં શ્રીલંકાનો ગુણાતિલકા સસ્પેન્ડ

કોલંબો, તા.ર૩
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાના મામલામાં બેટ્‌સમેન ધનુષ્કા ગુણાતિલકાને ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. ટેસ્ટ ક્રિકેટર ગુણાતિલકાના એક મિત્ર ઉપર નોર્વેની એક મહિલા દ્વારા હોટલના રૂમમાં બળાત્કારનો આરોપ લગાવાયા બાદ ગુણાતિલકાને ટીમમાંથી સસ્પેન્ડ કરી દેવાયો છે. જાણકારી અનુસાર ધનુષ્કા અને તેનો મિત્ર નોર્વેની બે મહિલાઓને રવિવારની સવારે તે હોટલમાં લાવ્યા હતા જ્યાં શ્રીલંકન ટીમ રોકાઈ હતી. બાદમાં એક મહિલાએ બીજી વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો જે શ્રીલંકન મૂળનો બ્રિટિશ પાસપોર્ટ ધારક છે. પોલીસે ગુણાતિલકાના મિત્રની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. જો કે તેમણે કહ્યું કે, ગુણાતિલકા ઉપર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી. શ્રીલંકા ક્રિકેટ આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપમાં ગુણાતિલકાને સસ્પેન્ડ કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આચારસંહિતા મુજબ મેચો દરમ્યાન ખેલાડીઓએ રાત્રે હોટલના રૂમમાં રહેવું અનિવાર્ય છે અને તેઓ મહેમાનને લાવી શકતા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks