અમરેલી, તા. ૧૮
ધારીમાં ગત તા.૧૧/૫/૨૦૧૮ના રોજ સરકારી રોયલ્ટી ભર્યા વગર ખનીજ રેતી ચોરી કરતા ટ્રેક્ટર નં-જીજે ૧૪એમ ૩૩૮૪ નો ચાલક લખમણ કમાભાઈ મેર પકડાયેલ અને તેનું ટ્રેકટર ડિટેન કરેલ બાદમાં તે ટ્રેકટર છોડાવા માટે અને રોયલ્ટી ના ભરવી પડે તે માટે ટ્રેકટર માલિક રામભાઈ કમાભાઈ મેરે રાજુભાઈ ગણેશવાળા મારફત પોલીસ સ્ટેશનમાં ભલામણ કરી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ વિજયભાઈ દવે સાથે સાંઠગાંઠ રચી રોયલ્ટી ભરવી ના પડે તે માટે માત્ર આરીટીઓ કચેરીમાં દંડ ભરાવી ટ્રેકટર છોડાવી લઇ ગયેલ
બાદમાં એ.એસ.આઈ. વિજયભાઈ દવે એ બીજી વખત ખોટો મેમોં આપી પોલીસ સ્ટેશનના વાહન ડિટેન રજીસ્ટરમાં ચેકચાક કરી અસલ તથા ઓફિસ કોપીનો મેમો ફાડી પુરાવાનો નાશ કરી સરકારી રોયલ્ટી ભરવી ના પડે તે માટે ખોટા લખાણ ઉભા કરી આરટીઓ મેમામાં ફેરફાર કરી સરકારી દંડ હળવો કરવા સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી ગુનાહિત કાવતરું રચી ગુન્હો કરતા ધારી પોલીસમાં ઉપરોક્ત ટ્રેકટર મલિક ચાલક અને ભલામણ કરનાર તેમજ એ.એસ.આઈ સહીત ચાર સામે ગુન્હો નોંધાયો હતો જેમાં અમરેલી એસઓજીના પીએસઆઇ આર.કે.કરમટા એ આ ગુન્હો આચરનાર ટ્રેકટર ચાલક લખમણ કમાભાઈ મેર તથા રામભાઈ કમાભાઈ મેરની ધરપકડ કરી હતી જયારે એ.એસ.આઈ વિજયભાઈ દવે અને રાજુભાઈ ગણેશવાળા ને પકડવા તજવીજ હાથ ધારેલ છે.