હરિયાણા : ૧૬ વર્ષની સગીરા અને તેની માતા પર બળાત્કાર, ૭ પોલીસ સહિત ૧૮ સામે ગુનો દાખલ

(એજન્સી) ચંદીગઢ, તા.૪
હરિયાણામાં ૧૬ વર્ષની સગીરા અને તેની માતા પર બળાત્કારના આરોપસર હરિયાણા પોલીસે ૭ પોલીસ જવાનો સહિત ૧૮ લોકો સામે રેપનો ગુનો દાખલ કર્યો હતો. આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર કક્ષાના પોલીસ અધિકારી સરપંચ, પૂર્વ સરપંચે પીડિતા છોકરી અને તેની માતા પર તેના જ ઘરમાં રેપ કર્યો હતો. પૂર્વ સરપંચ અને સરપંચ ઘટનાસ્થળે હાજર હતા. તેમ પીડિતાએ વરિષ્ઠ પોલીસ અધિકારી સમક્ષ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ રેપમાં ૭ પોલીસ જવાનો સામેલ હતા. તમામ આરોપીઓ સામે રેપનો કેસ દાખલ કરાયો હતો. કૈથાલના પોલીસવડા આસ્થા મોદીએ તપાસ માટે સીટની રચના કરી છે. જે ડીએસપી કક્ષાના અધિકારી હશે. પોલીસે કહ્યું કે, સગીર બાળકીએ અગાઉ પિતા સામે પજવણીની ફરિયાદ કરી હતી પરંતુ પાછળથી તે પરત ખેંચી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts