સુરત,તા.૭
શહેરના વેસુ સોમેશ્વર બંગલો એસ.ડી. જૈન સ્કૂલ એન્ડ કોલેજની સામેના રોડ પરથી ગત રોજ સવારે ૩૦થી ૪૦ યુવકો જય પાટીદાર જય સરદારના સૂત્રોચ્ચાર સાથે વાહન રેલી કાઢી હતી. તેઓએ આ સાથે કોલેજના ગેટની સામે એકઠા થઈને સૂત્રોચ્ચારો કરી વાતાવરણ તંગ કરી ફરાર થઈ ગયા હતા. ઉમરા પોલીસ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે રાયોટિંગના ગુનામાં મોટા વરાછા રેણુકાભવન સ્વામીનારાયણ સોસાયટીના પાર્થ વરસાણી (૧૮), નાના વરાછા ચીકુવાડીના આશિષ ડોબરિયા તથા બરોડા પ્રિસ્ટેજના ઉર્વિશ જયંતીભાઈ સાસપરાની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
Facebook
0
Twitter
0