આજે માંડવીના દાદાકુઈ ગામેથી મોબાઈલ મેડિકલ કેમ્પનો પ્રારંભ

કોડીનાર, તા.ર૮
કોડીનારમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે મંદિર-મસ્જિદના ધર્મગુરુઓનું સન્માન કરાયું હતું.
કોડીનારમાં ભાજપ લઘુમતી મોરચા દ્વારા ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ ગુરુપૂર્ણિમાના દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા ભાજપના ઉપપ્રમુખ જિશાનભાઈ નકવી અને કોડીનાર નગરપાલિકાના પ્રમુખ રફીકભાઈ જુણેજાએ કોડીનાર સોમનાથ મંદિરના મહંત શ્રી હરેશગીરી બાપુ અને નઈ મસ્જિદના ટ્રસ્ટી હાફિઝ ઈસ્માઈલ સા.સારોદવાળાનું શાલ ઓઢાડી સન્માન કરી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ પાઠવી બુખારી જહાંગીર સાહેબના રોઝામાં સ્વચ્છતાની કામગીરી કરી હતી અને વૃક્ષારોપણ કર્યા બાદ નઈમસ્જિદ સામે વર્ષોથી માથાના દુખાવા સમાન ગંદકીની સફાઈ કરાવી આ જગ્યાને સ્વચ્છ અને સુંદર બનાવી હતી. ગુરુપૂર્ણિમા નિમિત્તે ભાજપ લઘુમતી મોરચા દ્વારા થયેલ આ અનેરી કામગીરીમાં ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જિશાનભાઈ નકવી-નગરપાલિકાના પ્રમુખ રફીકભાઈ જુણેજા વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks