National

રાજસ્થાન : ભાજપે જ્ઞાનદેવ આહુજાની ટિકિટ (મૂંછ ?) કાપી નાખતા નારાજ ધારાસભ્યે પક્ષ સાથે છેડો ફાડ્યો : અપક્ષ લડશે

(એજન્સી) જયપુર, તા.૧૯
આવતા મહિને ડિસેમ્બરમાં થનાર વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં શાસક પક્ષ ભાજપા અને મુખ્યમંત્રી વસુંધરા રાજેને એક અન્ય આંચકો વાગ્યો છે. ટિકિટ નહીં મળવાથી નારાજ થયેલ હિન્દુવાદી નેતા જ્ઞાનદેવ આહુજાએ ૧૮મી નવેમ્બરે ભાજપથી રાજીનામું આપી દીધું અને જયપુરના સાંગાનેર વિધાનસભા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આહુજાએ કહ્યું કે, મને વિશ્વાસમાં લીધા સિવાય મને ટિકિટ આપી નથી. ટિકિટ નહીં આપવા કોઈ કારણ પણ જણાવ્યું નથી. હાલમાં આહુજા અલવર જિલ્લાના રામગઢથી ભાજપના ધારાસભ્ય છે. એમણે કહ્યું કે મેં પક્ષ પાસેથી જયપુરના સાંગાનેર મતવિસ્તારથી ટિકિટની માગણી કરી હતી પણ ભાજપાએ મારી વાત નહીં સ્વીકારી એ માટે મેં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. એમણે કહ્યું કે, હું ગૌરક્ષા, રામ જન્મભૂમિ અને રામમંદિર નિર્માણના મુદ્દા સાથે ચૂંટણી લડીશ. નોંધનીય છે કે, આહુજા પહેલાં વિવાદોમાં રહી ચૂક્યા છે. ર૦૧૬ વર્ષમાં એમણે દાવો કર્યો હતો કે દિલ્હીની જેએનયુ યુનિવર્સિટીમાંથી પ્રતિ દિવસે હજારોની સંખ્યામાં કોંડોમ મળી આવે છે અને સેંકડો વપરાયેલ અબોર્શન ઈન્જેકશનો મળે છે. ફેબ્રુઆરી ર૦૧૬માં દાવો કર્યો હતો કે, જેએનયુમાંથી પ્રતિદિવસે ૩ હજાર વપરાયેલ કોંડોમ મળેલ છે, પ૦૦૦ માંસના હાડકાઓ અને વપરાયેલ ઓબોર્શન ઈન્જેકશનો મળી આવે છે. એમણે વિદ્યાર્થીઓ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નગ્ન ડાંસ કરવાના આક્ષેપો પણ મૂક્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

  (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
  Read more
  National

  ત્રિપુરા : યુવકની મોબ લિંચિંગમાં હત્યા પછી દુકાનમાંતોડફોડ અને આગ લગાવવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ થઈ

  . પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે…
  Read more
  NationalPolitics

  પેટાચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો જયજયકાર૧૩માંથી ૧૦ બેઠકો મળી, ભાજપને ૨, અપક્ષને ૧ બેઠક

  કોંગ્રેસે ચાર, તૃણમૂલ કોંગ્રેસે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.