(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૭
ખંભાત શહેરમાં એજયુકેશન ડેવલોપમેન્ટ ગૃપનાં ઉપક્રમે ખંભાત તાલુકાનાં મુસ્લિમ સમાજનાં ધો.૧૦,૧૨ અને વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનો પાંચમો સન્માન સમારોહ યોજાઈ ગયો.
આ પ્રસંગે તીલાવતે કુરઆનથી કાર્યક્રમનો પ્રારંભ થયા બાદ અમદાવાદ દરિયાપુરનાં જાગૃત ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં મુસ્લિમ સમાજ શિક્ષણ પ્રત્યે જાગૃત થયો છે,અને શિક્ષણને મહત્વ આપે છે,સમાજમાં શિક્ષણની જે હોડ ચાલી રહી છે,જે આવકારદાયક છે,સમાજમાં શિક્ષણ પ્રત્યે જે રીતે જાગૃતિ આવી છે,તે જ રીતે સમાજએ અન્ય ક્ષેત્રમાં પણ જાગૃતિ લાવવાની જરૂર રહેલી છે.આજે સમાજની દિકરીઓને બહેકાવવા માટે કેટલાક કટ્ટરવાદી તત્વો કામ કરી રહ્યા છે,ત્યારે આવા સમયે સમાજની દિકરીઓ બહેકી ના જાય અને ઈસ્લામે બતાવેલી રાહ પર સંસ્કારો સાથે આગળ વધે તે માટે સમાજએ પણ સાવચેતી રાખવાની જરૂર રહેલી છે.આપણે હવે ફિરકા પરસ્તીથી ઉઠીને એક કલ્માની બુનિયાદ પર એક થઈને આપણી સમસ્યાઓનું સમાધાન લાવવું પઢશે,આપણી મસ્જીદોનાં મિમ્બર પરથી આપણી સમસ્યાઓ બયાન કરી પ્રવર્તમાન સમયને જોઈને સમાજને સમાધાનકારી રસ્તાઓ શોધવા પડશે,અને તે માટે સૌને એક થઈ સમાજની સમસ્યાઓનું નિરાકરણ લાવવા તેમજ દરેક સમાજ સાથે ભાઈચારાનો માહોલ પેદા કરવા અનુરોેધ કર્યો હતો.તેમજ પોતાનાં અકાઈદને સમાજનાં કામમાં વચ્ચે લાવ્યા વિના અકિદાઓને પોતાની જગ્યાઓ પર કાયમ રાખીને કલ્માની બુનિયાદ પર એક થઈને સમસ્યાઓનું સમાધાન લાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અમદાવાદનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે માતા પિતાએ પોતાનાં બાળકોનાં શિક્ષણ પ્રત્યે જાગૃત થવું જોઈએ અને આજે જે વિદ્યાર્થીઓ સન્માન પ્રાપ્ત કરી રહ્યા છે,તેમનાં માતા પિતા પણ સન્માનને યોગ્ય છે,આજે
સમાજમાં શિક્ષણનું સ્તર વધ્યું છે,પરંતુ તેને હજુ વધારે આગળ લઈ જવા જેટલા પ્રયાસો થાય તેટલા પ્રયાસો કરવા જોઈએ,આપણે સૌએ સાથે મળીને સમાજનો વિકાસ કરવો જોઈએ.
અમદાવાદ જમાલપુરનાં કોર્પોરેટર શાહનવાઝ શેખએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે કુરઆનમાં દરેક સમસ્યાનું સમાધાન રહેલું છે,આપણે કુરઆનને ફોલો કરીને જીવન જીવવું જોઈએ,જો આપણે કુરઆન અને શરીયતને મજબુતીથી પકડી રાખીશું તો આપણને દરેક સમસ્યાનો હલ મળી જશે, આપણે ઈલ્મ હાંસલ કરીને ઈલ્મને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ,તેમજ ઈલ્મ હાંસલ કરવા હમેંસા તપ્પર રહેવા અનુરોધ કર્યો હતો,
આ પ્રસંગે એસએસસી,એચએસસી,તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં વિવિધ વિદ્યાશાખાઓનાં ૧૪૮ તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રતનપુરનાં એડવોકેટ એમ એસ પઠાણ,ભારત રત્ન હાઈસ્કુલ રતનપુરનાં આચાર્ય સુબેરખાન,મધ્યગુજરાત મુસ્લિમ સેવા સમાજનાં ગુલામભાઈ તલાટી, અસગરઅલી, ખંભાતનાં શહેરકાઝી મુદસ્સરઅલી સૈયદ બાપુ,ખંભાતનાં કાઉન્સીલર ઈફતેખાર યમની ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાનિસાર શેખએ કહ્યું હતું,તેમજ કાર્યક્રમને સફળ બનાવવા કાલુભાઈ સૈયદ, જફર શેખ, અસ્ફાક દલવાડી, અતીક ભટ્ટી, રેહાન બાપુ, અહદ શેખ, આરીસ પઠાણ, સબાદત શેખ, મુજમ્મીલ ભટ્ટી,સાદીકઅલી, અમીનભાઈ, એજાજખાન, વાહીદ શેખ, અસ્લમભાઈ, ફહદ શેખ, ઈમરાન સૈયદ સહિતનાં યુવકોએ ભારે ઝહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.