(એજન્સી) વૉશિંગ્ટન,તા.૧૬
અમેરિકામાં વીઝાને લઇને ચાલી રહેલી બબાલોની વચ્ચે ભારતીયો સહિત બીજા દેશોના લોકો માટે એક મોટી સમસ્યા આવી ગઇ છે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રંપ પ્રશાસને ઇમિગ્રેશન ઓફિસરોને આ અધિકાર આપી દીધો છે કે એ કેટલીક પરિસ્થિતિઓમાં વીઝા અરજીને સીધી ફગાવી શકે છે. અમેરિકા સરકારની આ્ર નવી નીતિ ૧૧ સપ્ટેમ્બરથી પ્રાપ્ત તમામ આવેદનો પર લાગૂ થશે. આ નીતિ ૐ-૧મ્ વીઝાના આવેદકો માટે મુશ્કેલ બની શકે છે. નોંધનીય છે કે અમેરિકામાં પહેનાર મોટાભાગના ભારતીયોની પાસે આ વીઝા છે. ટ્રંપના નવા નિયમનો સીધો અર્થ એ છે કે હવેથી ૐ-૧મ્ વીઝાની અરજીને દસ્તાવેજ જમા કરવા અથવા પોતાની યોગ્યતા સાબિત કરવા માત્ર એક જ તક મળશે. કેટલાક મામલમાં આવેદન નકારી દેવામાં આવતા લોકોને અમેરિકામાંથી સીધા બહાર નિકાળી શકાય છે. યૂનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસેજની નીતિમાં ફેરફાર પહેલા અધિકારીઓને આવેદકોને પોતાના પક્ષમાં રાખવા માટે અને વધારે પુરાવા જમા કરવાની તક આપ્યા વગર ફગાવી દેવાનો અધિકાર નહતા. અત્યાર સુધી વીઝા આવેદનોની છટણી કરનાર અમેરિકાના અધિકારીઓને કોઇ પણ પ્રકારનો દાવ ફસાવવા પર ત્યાં સુધી રિક્વેસ્ટ ફોર એવિડેન્સેજ જારી કરવું પડતું હતું.