હાલ પણ બધા સ્તરની ક્રિકેટમાં મેચ ફિક્સિંગ થઈ રહ્યું છે : વકાર યુનુસ

કરાચી, તા.૧૪
પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર અને કપ્તાન વકાર યુનુસે પાકિસ્તાન સુપર લીગ ર૦૧૮ પહેલાં ફિક્સિંગને લઈ મોટું નિવેદન આપ્યું છે. વકારના અનુસાર ક્રિકેટમાં ફિક્સિંગનું દૂષણ હજી પણ છે અને તેને દૂર કરવા માટે સામૂહિક પ્રયાસની જરૂર છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ રહી ચૂકેલા આ ઝડપી બોલરે કહ્યું કે સ્પોર્ટ ફિક્સિંગે પાકિસ્તાન ક્રિકેટની છબિને ખરાબ કરી છે. તેણે કહ્યું કે ફિક્સિંગની જડો ખૂબ જ ઊંડી છે અને હાલ પણ બધા સ્તરના ક્રિકેટમાં કોઈના કોઈ રૂપે હાજર છે. ક્રિકેટમાં આવી ચૂકેલા આ દૂષણને દૂર કરવા માટે સામૂહિક રૂપથી લીગની ત્રીજી ટુર્નામેન્ટમાં વકાર ઈસ્લામાબાદ યુનાઈટેડ ટીમની સાથે ડાયરેક્ટરના રૂપમાં જોડાયા છે. તેણે કહ્યું કે સ્પોર્ટ ફિક્સિંગને લઈ તે યુવા ક્રિકેટરો પર સતત નજર રાખી રહ્યા છે. અને તે આ દૂષણ દૂર કરવાના પ્રયાસ કરે છે. તેણે કહ્યું મારૂં મુખ્ય કામ ખેલાડીઓને મેદાન અને મેદાનની બહાર આ વિશે માર્ગદર્શન આપવાનું છે કે આ દૂષણથી કેવી રીતે બચી શકાય. આ દૂષણ ખેલાડીઓની કારકિર્દી બરબાદ કરી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks