હાફિઝ સઈદના છુટકારાએ પાકિસ્તાનનો સાચો ચહેરો ખુલ્લો પાડ્યો, કોપાયમાન ભારતે કહ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
મુંબઈ ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત ઉદ દાવાના લીડર હાફીઝ સઇદની મુક્તિનો આદેશ પર ભારતે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પાકિસ્તાની કોર્ટના આદેશાનુસાર હાફિઝ સઈદને છોડી મૂકવામાં આવ્યો છે. કોપાયમાન ભારતે એવું કહ્યું કે હાફિઝ સઈદના છુટકારાએ પાકિસ્તાનનો સાચો ચહેરો ખુલ્લો પાડ્યો. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પગલું પાકિસ્તાનની ગંભીરતાનો અભાવ દર્શાવે છે ભારતે પાકિસ્તાનના આ પ્રયાસને આતંકવાદીઓને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો ગણાવ્યો છે. અમેરિકાએ પણ વાતે નારાજગી જતાવી ચૂક્યું છે. ૧૦ મહિના પહેલા પાકિસ્તાન સરકારે હાફિઝને નજરકેદ હેઠળ રાખ્યો હતો.
૧૦ મુદ્દાઓ
૧. પાકિસ્તાનમાં નજરકેદમાંથી હાફીઝને છોડી મુકવાના પાકિસ્તાનના આદેશને લઇને ભારતે આજે જોરદાર ઝાટકણી કાઢી હતી. ત્રાસવાદીઓને મુખ્યધારામાં લાવવાના પ્રયાસ પડોશી દેશમાં કરવામાં આવી રહ્યા છે. ૨. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રઇશ કુમારે આજે કહ્યું હતું કે, ત્રાસવાદીઓને પાકિસ્તાનમાં સમર્થન મળી રહ્યું છે તે બાબત ફરીવાર સાબિત થઇ ગઇ છે.
૩. કુમારે ઉમેર્યું હતું કે, સઇદની મુક્તિ સાબિતી આપે છે કે, પડોશી દેશ પાકિસ્તાન ત્રાસવાદીઓને સજા કરવાને લઇને બિલકુલ ગંભીર નથી. વિશ્વના દેશોને પાકિસ્તાન દ્વારા ગેરમાર્ગે દોરવાના કામ કરવામાં આવી રહ્યા છે.
૪. તેમણે કહ્યું હતું કે, ભારત આ વલણને કઠોરરીતે ઝાટકી કાઢે છે. મુંબઈ હુમલાની વરસીના થોડાક દિવસ પહેલા જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ન્યાયિક સમીક્ષા બોર્ડે બુધવારના દિવસે તેની મુક્તિના આદેશ જારી કરી દીધા હતા. હાફીઝ સઇદને જાન્યુઆરીથી લઇને હજુ સુધી તેના ઘરમાં જ નજરકેદમાં રાખવામાં આવ્યો હતો.
૫. હાફીઝની નજરબંધીને ત્રણ મહિના સુધી વધારી દેવા માટેની સરકારની અપીલને સમીક્ષા બોર્ડે ગઇકાલે ફગાવી દીધી હતી. ગયા મહિને બોર્ડે સઇદની નજરબંધીને ૩૦ દિવસ માટે વધારી દેવાનો નિર્ણય કર્યો હતો. ૬. હવે ન્યાયિક બોર્ડના બુધવારના આદેશ બાદ હાફીઝ સઇદની મુક્તિ માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. આ બોર્ડમાં લાહોર હાઈકોર્ટના પણ કેટલાક જજ સામેલ રહ્યા છે.
૭. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા જ પાકિસ્તાનની પંજાબ સરકારે સઇદને ન્યાયિક સમીક્ષા બોર્ડની સમક્ષ રજૂ કરી શકે છે. તેની નજરબંધીને ત્રણ મહિના સુધી વધારવાની પણ માંગણી કરવામાં આવી હતી.
૮. રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, સઇદને નજરબંધી મુક્ત કરવામાં આવશે તો પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. ૩૧મી જાન્યુઆરીના દિવસે સઇદ અને તેના ચાર સાગરિતો અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા અને એન્ટ ટેરેરિઝમ એક્ટ હેઠળ ૯૦ દિવસ માટે અટકાયત કરી હતી.
૯. સરકાર જુદા જુદા આરોપસર ત્રણ મહિના સુધી કોઇ આરોપીને અટકાયતમાં લઇ શકે છે પરંતુ અટકાયતને લંબાવવા માટે રિવ્યૂ બોર્ડની મંજુરી લેવી પડશે.
૧૦. ભારત અને અમેરિકા તરફથી દબાણ વધારી દેવામાં આવ્યા બાદ તેને અટકાયતમાં રાખવાનો નિર્ણય કરવામાં આવી શકે છે. અમેરિકાએ સઇદ ઉપર ૧૦ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks