National

હજી કેટલા નિર્દોષોનો ભોગ લીધા પછી તમે રસ્તાઓ સુધારશો? મુંબઈ હાઈકોર્ટનો મહાપાલિકાને કટાક્ષ

(એજન્સી) મુંબઈ, તા.૪
મહાનગરના રસ્તાઓ પર ઠેરઠેર પડેલા ખાડાની મુંબઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને મુંબઈ મહાનગરપાલિકાની આ મામલે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે મહાપાલિકા શાસનને જણાવ્યું છે કે રસ્તાઓનું સમારકામ કરાવવાની અને રસ્તાઓની જાળવણી કરવાની તમારી જવાબદારી છે.
હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈને જણાવ્યું કે આ વખતના ચોમાસામાં રસ્તાઓ પરના ખાડાઓને કારણે ૨૫ જણનાં જાન ગુમાઈ ગયા છે, હજી કેટલાનાં જાન જાય એવું તમે ઈચ્છો છો?
મુખ્ય ન્યાયમૂર્તિ મંજુલા ચેલ્લુર અને ન્યાયમૂર્તિ એન.એમ. જામદારની બનેલી વિભાગીય બેન્ચે મુંબઈના રસ્તાઓની કંગાળ હાલત તથા દરેક વર્ષના ચોમાસામાં રસ્તાઓના ખાડા પૂરવામાં મુંબઈ મહાપાલિકાની નિષ્ફળતા અંગે ફરિયાદ કરતી એક જનહિતની અરજી ઉપર સુઓ મોટો (પોતાની રીતે) સુનાવણી હાથ ધરી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ચેલ્લુરે મહાપાલિકાને કહ્યું કે, અમે વાંચ્યું છે કે આ વર્ષના ચોમાસામાં રસ્તાઓ પરનાં ખાડાઓને કારણે ૨૫ જણે જાન ગુમાવ્યા છે. નવું ચોમાસું આવે એ પહેલાં તમે હજી કેટલા લોકોને મારી નાખવા માગો છો? રસ્તાઓની હાલત ખરાબ છે. અમે જરાય સંતુષ્ટ નથી. મહાનગરપાલિકાનાં ધારાશાસ્ત્રી અનિલ સખારેએ કોર્ટને જણાવ્યું હતું કે, રસ્તાઓ પરના ખાડા સંબંધિત અમને ૫૦૦થી વધારે ફરિયાદો મળી છે. ત્યારે ન્યાયાધીશે ટોણો માર્યો કે તમે કેટલી ફરિયાદોનો નિકાલ કર્યો એની સાથે અમને કંઈ લેવાદેવા નથી. અમે ઈચ્છીએ છીએ કે રસ્તાઓનું યોગ્ય રીતે સમારકામ થાય અને એની જાળવણી કરાય. આ તેની જવાબદારી બને છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.