International

હાજીઓની સુવિધામાં વધારો કરવા મક્કા પગપાળા ચાલવા પગદંડીની વ્યવસ્થા કરશે

(એજન્સી) મક્કા, તા.ર૭
પવિત્ર મક્કા શરીફનું સચિવાલય પગપાળા ચાલતા હાજીઓ માટે પગદંડીની વ્યવસ્થા કરવાની યોજના બનાવી રહ્યું છે. જેનાથી હાજીઓને વધુ સરળતા અને સુવિધા મળશે. તેમાં એવા હાજીઓને વધુ ફાયદો થશે જે જરૂરિયાતમંદ છે, વૃદ્ધ છે અને જેઓ વ્હીલચેરનો ઉપયોગ કરે છે. આ નવા પ્રોજેક્ટ હેઠળ ડામરના રોડને રિપ્લેસ કરવામાં આવશે અને આ રૂટ પર બેન્ચોની વ્યવસ્થા કરવામાં આવશે સાથે સાથે આ પગદંડી પર લાઈટ તથા શૌચાલયને લગતી સુવિધાઓનું પણ રિનોવેશન કરવામાં આવશે.
અરાફાતથી મુઝદલફા અને મુઝદલફાથી મીનાના માર્ગ પર હાજીઓને આ રસ્તા પર ર૪ કલાક પાણી એ પણ ઠંડું મળે તેવી વ્યવસ્થા કરાશે અને આ વ્યવસ્થાનો લાભ સંપૂર્ણ હજયાત્રા દરમિયાન મળશે. સચિવાલયના અધિકારીઓએ આ પ્રોજેક્ટની પુષ્ટિ કરી દીધી છે અને તેમણે કહ્યું છે કે લગભગ ૧પ ટકા હાજીઓ આ માર્ગનો ઉપયોગ કરી શકશે તેવી આશા છે. આ ઈનિશિએટીવનો ઉદ્દેશ્ય ફક્ત હાજીઓની સુવિધામાં વધારો કરવાનો છે અને સલમાન કિંગ તથા રાજકુમાર મોહમ્મદ બિન સલમાન પણ હાજીઓને વધુમાં વધુ સુવિધા પૂરી પાડવા માટે તત્પર છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.