હજ ર૦૧૮ના વેઈટીંગ લિસ્ટ નંબર ૯ર૬થી ૧૦ર૮નું પ્રોવિઝનલ સિલેકશન

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩૦
ગુજરાત રાજય હજ સમિતિ મારફત પવિત્ર હજયાત્રાએ જવા ઈચ્છુક હજ યાત્રિકો પૈકી વેઈટીંગ લિસ્ટ ક્રમાંક ૯ર૬થી ૧૦ર૮ સુધી કુલ ૧૦ર અરજદારોનું પ્રોવિઝનલ સિલેકશન કરવામાં આવ્યું છે. આથી આ વેઈટીંગ લિસ્ટ નંબરના અરજદારોએ તેમને ભરવાની થતી રકમ તા.પ-૭-ર૦૧૮ કે તે પહેલા જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવી દેવા ગુજરાત રાજય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ જણાવ્યું છે. જે હજ અરજદારોને કુર્રા (ડ્રો)માં અપાયેલ વેઈટીંગ નં. ૯ર૬થી ૧૦ર૮ ધરાવતા હોય તેમણે બંને હપ્તાની રકમ રૂપિયા ૮૧,૦૦૦+૧૩૮,૯પ૦ મળી કુલ ર,૧૯,૯પ૦ અજીજિયા માટે અને ગ્રીન કેટેગરી માટે ૮૧,૦૦૦+૧,૭૩,૭૦૦ મળી કુલ ર,પ૪,૭૦૦ની રકમ ઉપરાંત કુર્બાની (અદાહી) માટે વિકલ્પ આપેલ હોત તો તે રકમ રૂા.૮,પ૦૮/-જમા કરાવવાની થશે. આ રકમ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની (કોર ગ્રુપની)કોઈ પણ શાખા દ્વારા હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નં. ૩ર૧૭પ૦ર૦૦૧૦ અથવા યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નંબર ૩૧૮૭૦ર૦૧૦૪૦૬૦૦૯માં ભરવાના રહેશે.
હજ કમિટી ઓફ ઈન્ડિયા મુંબઈના સરકયુલરમાં જણાવ્યા મુજબ અન્ડરટેકીંગ ફોર્મ, પે-ઈન-સ્લીપની ઓરિજનલ કોપી, ઓરિજનલ પાસપોર્ટ, પાસપોર્ટ સાઈઝનો એક કલર ફોટો તેમજ મેડિકલ સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ (એમબીબીએસ અથવા ગવર્નમેન્ટ ડોકટર દ્વારા પ્રમાણિત) ફકત હજ હાઉસ કાલુપુર અમદાવાદને મોડામાં મોડું તા.પ-૭-ર૦૧૮ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવેલ છે. ઉકત પૈસા ભર્યાની પે-ઈન-સ્લીપ તથા મેડિકલ સ્ક્રીનીંગ અને ફીટનેસ સર્ટિ. હજ ગાઈડ લાઈન્સ ફોર્મમાંથી મેળવી લેવા અથવા હજ કમિટી ઓફ ઈન્ડિયા મુંબઈની વેબસાઈટ http://www.hajcommittee.gov.in પરથી ડાઉનલોડ કરી લેવા અથવા હજ હાઉસ કાલુપુર અમદાવાદ ખાતેથી રૂબરૂમાં મેળવી લેવા વિનંતી છે. પૈસા ભરવાની સ્લીપમાં બેન્ક રેફરન્સ નબંર લખવો ફરજિયાત છે. હજયાત્રીઓએ તેમની સીટ, કન્ફર્મ કરવી હોય તો ઓછામાં ઓછા પ્રથમ હપ્તાની રકમ રૂા.૮૧ હજાર ભરી દેવા જણાવાયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks