(એજન્સી) તા.૩૧
રોબર્ટ બિઆન્ચી, શાંઘાઇ ઇન્ટરનેશનલ સ્ટડીઝ યુનિવર્સિટી, મીડલ ઇસ્ટ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યુટના સલાહકાર અને વિઝિટિંગ પ્રોફેસર છે અને તે ગેસ્ટ ઓફ ગોડ : હાજીઓ અને ઇસ્લામિક વિશ્વના રાજકારણ પુસ્તકના લેખક પણ છે. તેમની સાથે વાતચીતના કેટલાક અંશો નીચે મુજબ છે.
પ્રશ્ન : ચાલુ વર્ષે ર૦૧૭માં કયા પ્રકારના હજ પેકેજ પ્રચલિત થયા છે ?
જવાબ : દર વર્ષે વિવિધતા અને પસંદગીઓ વધી રહી છે. રાજ્યની હજ એજન્સીઓ ઊંચા પેકેજો સાથે વિવિધ આવક મેળવનારા જૂથો સાથે સંપર્ક કરી આ બાબતને ખાનગી કંપનીની જેમ ચલાવી રહ્યાં છે. રૂપિયાના પડી રહેલા મૂલ્યનો વિવાદ ઘેરાતો જઇ રહ્યો છે.
પ્રશ્ન : હજયાત્રાની માંગ વધી રહી છે કે ઘટી રહી છે ?
જવાબ : વિઝાની માગ પ્રકિયામાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણાં દેશોમાં ૧૦થી ર૦ વર્ષ સુધીની યાદીમાં વેઇટિંગમાં વધારો થઇ રહ્યો છે. સરકારો અને ટ્રાવેલ એજન્સીઓ હજને બદલે લોકોને ઉમરાહ માટે પ્રોત્સાહિત કરવા વધુ દબાણ કરી રહ્યાં છે. કારણ કે ઉમરાહ કોઇપણ સીઝનમાં કરી શકાય છે. દરમિયાન મૂંઝવણ એ પણ છે કે લોકો ઉમરાહને હજની પ્રક્રિયા માની રહ્યાં નથી. તેથી આ ગૂંચવાણો વધુ ઘેરાતી જાય છે.
પ્રશ્ન : હજયાત્રીઓ કેવા પ્રકારના પેકેજની માગણી કરી રહ્યા છે ?
જવાબ : સઉદી અરબ ઉપરાંત તેની બહારના વિસ્તારોના તુર્કી જેવા ઘણાં ટુરિસ્ટ રૂટ સામેલ થયા છે. જેમાં પેલેસ્ટીન અને ઇરાકનો પણ સમાવેશ થાય છે. વેઇટિંગ લિસ્ટમાં ઘણા વર્ષોથી રાહ જોતા વૃદ્ધોની ખાસ વ્યવસ્થા કરવા તથા ફેમિલી પેકેજની માગ વધી રહી છે. તેથી ભ્રષ્ટાચાર વધવાના સંકેતો મળી રહ્યાં છે.
પ્રશ્ન : હજયાત્રા કરવા શું ઘણા લોકો હજ માટે લોન લઇ રહ્યા છે ? શું આ કામ શરિયત વિરુદ્ધ નથી ?
જવાબ : લોન ઘણી ઓછી છે પરંતુ મોટાભાગના હાજીઓ તેમની લાંબા ગાળાની બચતનો હજ માટે ઉપયોગ કરે છે. મલેશિયા, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાનમાં આવા કાર્યક્રમોમાં વધારો નોંધાયો છે. એશિયા અને આફ્રિકા સહિત યુરોપ તથા ઉત્તર અમેરિકામાં વધતાં જતાં મુસ્લિમો હજની માગ વધી રહ્યા છે. આ પ્રકારનું સંચાલન અને રોકાણ શરિયત વિરુદ્ધ હોઇ શકે પરંતુ હજુ પણ વૈશ્વિક સમસ્યા નથી.