માતા-પિતા હજ પર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પુત્રનું અપહરણ થયું, યાતના ગુજારાઈ અને લાશ મળી આવી

(એજન્સી) શોપિયાં, તા.૭
કોન્સ્ટેબલ જાવેદ અહેમદ દાર રપ વર્ષના હતા. ગઈકાલે સવારે કુલગામ જિલ્લાના પરિવાન ગામના મુખ્ય રસ્તા પરથી હત્યા કરાયેલી હાલતમાં આ જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમની લાશ પર આઠ ગોળીના નિશાન હતા. ઉપરાંત શરીર પર યાતનાના પણ ઘણા નિશાન હતા. તેમના મોટાભાઈ ઈમરાનની નજર સમક્ષ ચાર બંદૂકધારીઓએ જાવેદનું ઘર નજીકથી અપહરણ કર્યું હતું. ઈમરાને જણાવ્યું હતું કે, મેં તેને છોડાવાનો ઘણો પ્રયાસો કર્યો હતો પણ અપહરણકર્તાઓએ મને ધક્કો મારી નીચે ફેંકી દીધો હતો. જાવેદને શોધવા પોલીસ અને સેના બન્નેની ટીમ કામે લાગી હતી છતાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ર૦૧૩માં જાવેદે પોલીસ ખાતુ જોઈન્ટ કર્યું હતું. ખૂબ જ ક્રૂર રીતે હત્યા કરાયેલ જાવેદના માતા-પિતા હજ પઢવા જવાની તૈયારી કરી રહ્યા હતા અને તેઓ શનિવારે રહ્યા હતા અને તેઓ શનિવારે પોતાના નવા બંધાયેલા મકાનમાં શીફટ થવાના હતા. આ ગામના લગભગ દસ જેટલા લોકો પોલીસ વિભાગમાં નોકરી કરે છે. જાવેદના પિતાએ જણાવ્યું હતું કે, મારી માટે આ ખૂબ જ મોટી કમનસીબી છે. હજ પર જવાની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હતી. પણ અચાનક મારી પર આભ તૂટી પડયું. મારા યુવાન પુત્રની હત્યા કરી તેમણે મારું બધુ લૂંટી લીધું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks