Ahmedabad

હજયાત્રીઓએ અઝીઝિયા માટે વધારાની રકમ રૂા.૭૧પ૦ અને ગ્રીનના રૂા.૭૭પ૦ ભરવા પડશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
હજ કમિટી ઓફ ઈન્ડિયાએ ગ્રીન અને અઝીઝીયા કેટેગરીના હજ અરજદારોએ વધારાની રકમ ભરવાની જાહેરાત કરી છે. હજ ર૦૧૮ માટે જે હજ અરજદારોએ અઝીઝીયા કેટેગરીના નાણાં ભર્યા હશે તેમણે વધારાના રૂા.૭૧પ૦ તાત્કાલિક ભરવાના રહેશે જ્યારે ગ્રીન કેટેગરીના હજ અરજદારોએ વધારાના રૂા.૭૭પ૦ ભરવાના રહેશે. ઉપરાંત જે લોકોએ કુરબાની માટે રૂા.૮ હજાર હજ કમિટીને ભરેલા છે તેવા હાજીએ વધારાના રૂા.પ૦૮ તથા જે રીપીટર્સ હાજીઓએ વધારાના રૂા.૩પર૦ર ભરેલા છે તેવા હાજીઓએ વધારાના રૂા.૬૧૯ ૧૦ જુલાઈ ર૦૧૮ સુધી ભરવાના રહેશે.
ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ જણાવ્યું છે કે સઉદી અરબ ખાતે બસનું મુસાફરી ભાડુ ૩૪૭.પ૦ સઉદી રીયાલ થઈ ગયા છે. મેટ્રો ટ્રેનનું ભાડુ રપ૦ સઉદી રીયાલથી વધી ૪૦૦ સઉદી રીયાલ, મીના ખાતે પથારી માટે પ ટકા વેટ સાથે વધારાની ચૂકવવાની રકમ ૧૪૭ સઉદી રીયાલ, અદાહી કૂપનના ૪પ૦ સઉદી રીયાલ હતા તે વધારી ૪૭પ સઉદી રીયાલ કરાયા છે.
આ ઉપરાંત સઉદી અરેબિયાને ખર્ચ પેટે સઉદી રીયાલમાં તબક્કાવાર જે રકમ ચૂકવાઈ તે રીયાલ દીઠ ૧૭.૯૧૦૬ રૂપિયા લેખે મૂકવામાં આવી છે. જ્યારે હજયાત્રિકો પાસેથી રીયાલ દીઠ રૂા.૧૭.૬૦૧૦ જમા લેવામાં આવ્યા છે. એ જ રીતે અમદાવાદ ખાતે એમ્બાર્કેશન પોઈન્ટ પરથી રવાનગી માટે એરપોર્ટ ટેક્ષમાં કોઈ વધારો કરાયો ન હોવાથી આ ખર્ચ યથાવત રહેશે. જ્યારે અન્ય એમ્બાર્કેશન પોઈન્ટથી રવાના થનાર હજયાત્રિકોએ રૂા.ર૦૦થી ૮પ૦ ચૂકવવાના થશે. જ્યારે મદીના શરીફ ખાતે રહેઠાણ વ્યવસ્થા માટે વાટાઘાટોના પરિણામે પ૦ સઉદી રીયાલનો ઘટાડો થતા હવે ૯પ૦ના બદલે ૯૦૦ સઉદી રીયાલ નક્કી કરાયા છે. આમ આ વધઘટના પરિણામે હજયાત્રિકોએ તેમણે આપેલા ઓપ્શન મુજબ વધારાની રકમ તા.૧૦-૭-ર૦૧૮ સુધીમાં જમા કરાવવાની રહેશે.
આ ઉપરાંત કુર્બાની માટે આઈડીબીન કૂપન માટે રીયાલ સામે વધારાના રૂા.પ૦૮, જોહફા, મીકાતના ઓપ્શન મુજબના હજયાત્રિકોએ વધારાના રૂા.૩૧ તથા રીપીટર હજયાત્રિકાએ વધારાના રૂા.૬૧૯ ચૂકવવાના રહેશે.
દરેક હજયાત્રીએ ઉપર મુજબ થતી વધારાની રકમ ત્રીજા હપ્તા તરીકે રોકડેથી અથવા તો ટ્રાન્સફરથી ભરી શકશે. આ માટે હજ ફોર્મ સાથેના લીલા કલરની પે-ઈન સ્લીપમાં વિગતો ભરી ank of India, HCol’s Account No. 32175020010 “ Fee Type 25”or Union Bank of India, HCol’s Account No. 318702010406009 “Free Type 25” or online www.hajcommittee.gov.inથી જમા કરાવી શકાશે. દરેક હજયાત્રીકે તેમના ખાતે ભરવાની રકમ હજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ચેક કરી લેવી અને તેમણે ભરવાની બાકી તમામ રકમ છેલ્લામાં છેલ્લે તા.૧૦-૦૭-ર૦૧૮ પહેલા જમા કરાવી દેવા અન્યથા ફ્લાઈટ કન્ફર્મ કરવામાં આવશે નહી. ભરવામાં આવેલ તમામ રકમની પહોંચની એક નકલ ગુજરાત હજ કમિટીને રજૂ કરવાની રહેશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.