હજયાત્રીઓને વિદાય આપવા અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધમધમી ઊઠ્યું

ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત હજયાત્રાએ જવા ગુજરાતના  હજયાત્રીઓની પ્રથમ ફલાઈટ અમદાવાદના સરદાર  વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થઈ હતી. પ્રથમ ફલાઈટ સવારે ૮-૩પની હોવાથી હજયાત્રીઓને વહેલી સવારે પ-૦૦ વાગ્યા અગાઉથી જ એરપોર્ટની અંદર પ્રવેશ આપી દેવાયો હતો. આથી ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજયાત્રીઓને સન્માનવાનો અને વિદાય આપવાનો કાર્યક્રમ બીજી ફલાઈટ વખતે બપોરે ર-૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજયના ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સામાજિક  ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામ પરમાર, રાષ્ટ્રીય વકફ વિકાસ નિગમના ડાયરેકટર શ્રીમતી અસ્માખાન, હજ કમિટીના  સભ્ય રફીકબાપુ લીમડાવાળા, યુનુસ તલાદ સચિવ આઈ.એમ. શેખ તથા કમિટીના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ  હજયાત્રીઓને ગુલાબનું ફુલ આપી શુભેચ્છા પાઠવી હતી. હજયાત્રીઓ એરપોર્ટ સંકુલમાં પ્રવેશતા પહેલા પોતાના સગાસંબંધીઓને છેલ્લી ઘડીએ હાથ હલાવી વિદાય આપી હતી. હજ માટે જતા વૃધ્ધો, બીમાર અને અશકતો માટે ખાસ વ્હીલચેરની  વ્યવસ્થા કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks