હળવદ નજીક દરબારો અને ભરવાડો વચ્ચે ધિંગાણું : એકનું મોત

(સંવાદદાતા દ્વારા)
વઢવાણ,તા.૧૩
નગરસેવકની હત્યા બાદ સુરેન્દ્રનગરમાં છેલ્લા એક સપતાહથી માહોલ ગરમાયેલો હતો. ત્યારે આજે દરબારો અને ભરવાડો વચ્ચે ધિંગાણું થયું હતું. જેમાં ખાનગી ફાયરિંગ થયું હોવાથી એક ભરવાડનું મોત નીપજયું હતું. જયારે ૧૯થી વધુ લોકોને આ જૂથ અથડામણમાં ઈજા થઈ હતી. તદઉપરાંત વાહનોને પણ આગચંપી કરાતા માહોલ ગરમાયો હતો. ત્યારે પોલીસને જાણ થતા પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉતારીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પાસે આવેલા હરિપર ગામ પાસે ગત શુક્રવારે મોડી સાંજના સમયે ઉદેપુર ગામેથી પરત ફરતા પરિવારના ક્ષત્રિય સમાજના આગેવાન અને નગરસેવક ઈન્દ્રસિંહ ઝાલાની અગાઉ પોપટ દેવા મર્ડર કેસમાં કરપીણ હત્યા કરી ખૂનકા બદલા ખૂન : કરી ૧પ શખ્સો દ્વારા બદલો લેવાયો હતો.
જયારે છેલ્લા એકાદ સપતાહથી જિલ્લાભરમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે આજે ધ્રાંગધ્રા ખાતે સાંજના ઈન્દ્રસિંહ ઝાલાનું બેસણું શોક સભા રાખવામાં આવેલ હતી. જયારે જામનગર ગોંડલ, રાજકોટ સહિતના ગામો પરગામોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉમટી પડયો હતો અને ભારે રોષ વચ્ચે ઈન્દ્રસિંહ ઝાલાનું બેસણું ચાલતું હતું. ત્યારે હળવદ ચુલી રોડ ઉપર આવેલા શકિતપરા ભરવાડના નેસડાઓમાં ગુજરાત, સૌરાષ્ટ્રભરમાંથી ભરવાડ સમાજ જુદા જુદા મંદિરોમાં ખડકાયેલો રહ્યો હતો. ત્યારે હળવદ ચુલી રોડ ઉપર ભરવાડ સમાજ શકિતપરા વિસ્તારના ભરવાડ સમાજમાં આવેલા મંદિરમાં ઘાતક હથિાયરો સાથે હોવાનો મેસેજ બેસણામાં પ્રસરવાના કારણે ક્ષત્રિય સમાજના ટોળા આ હળવદ ચુલી રોડ ઉપર આવેલા શકિત પરાવિસ્તારના મંદિર ખાતે પહોંચી ગયા હતા અને ર૯ જેટલા વાહનોને આગ ચાંપવામાં આવેલ છે જયારે ૧૯થી વધુ ભરવાડ હાલમાં ઘાયલ થયા છે જેમાના ૧૦થી વધુની હાલત હાલમાં નાજુક ગણાવાઈ રહી છે જેઓને હાલમાં અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણકાર વર્તુળ પાસેથી હાલ જાણવા મળ્યું છે.
ત્યારે હાલમાં ત્રણની હત્યા થયેલ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે ત્યારે હાલમાં ગોલાસણ ગામના રાણાભાઈ ભરવાડની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ધ્રાંગધ્રા હળવદ ચુલીમાં હાલમાં એસઆરપી બંદોબસ્ત મગાવવામાં આવ્યો છે. હાલ તનાવભરી સ્થિતિ વચ્ચે ધ્રાંગધ્રા હળવદ બંધ થઈ ગયા છે.
પથ્થરમારાની ઘટનાને પગલે સુરેન્દ્રનગર સજ્જડ બંધ

સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં ધ્રાંગધ્રા ચુલી હળવદમાં બનેલ ઘટના સંદર્ભે ક્ષત્રિય સમાજમા ટોળા ઉમટી પડવાની ઘટના ઘટવા પામતા હાલમાં સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પથ્થરમારો ચલાવવાની ઘટનાને લઈને હાલમાં સુરેન્દ્રનગર શહેર પણ બંધ રહ્યું છે. ત્યારે હાલમાં શહેરના કુંભારપરા વિસ્તારમાં ભરવાડ સમાજના ટોળે ટોળા ઉમટી પડયા છે અને હાલમાં ભરવાડ વાસ ભયના ઓથાર હેઠળ રહેલુ છે.ત્યારે ભરવાડ અને ક્ષત્રિય સામસામા આવવાની ઘટનાઓને લઈને હાલ પોલીસના ખડકલા ખડકાયા છે ત્યારે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ભયના ઓથારમાં રહેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ગામો પોલીસ વાવણીમાં ફેરવાઈ ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks