(એજન્સી) હંદવારા, તા.રપ
કાર પેઈન્ટર બશીર અહેમદ મીરે ગુરૂવારે પોતાના મોટા પુત્ર શાહીદ અહેમદની અંતિમવિધિમાં જવાનો ઈન્કાર કર્યો હતો. અગાઉના દિવસે પુત્ર ગુમ થવા અંગે બશીર અહેમદે વીલગામ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેના બીજા દિવસે પુત્ર શાહીદનું સેના સાથે અથડામણમાં મોત પછી તેના મૃતદેહને સેનાએ વીલ ગામ પોલીસને સોંપ્યો હતો. શાહીદ અહેમદ કોલેજના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. સોમવારે શાહીદ તરથાપોરા બજારમાં ગુલામ રસૂલની દુકાનમાં ખરીદી કરવા ગયો હતો પછી પાછો આવ્યો નહીં. ત્યારબાદ પિતાએ બજારમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે સેનાના જવાનોએ તેને ઉંચકીને સેનાના વાહનમાં બેસાડી લઈ ગયા હતા. મંગળવારે શાહીદનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકયો પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં તરત જ વીલ ગામ પોલીસમથકે ફરિયાદ કરી હતી. બુધવારે પોલીસમથકમાં આવેલ મૃતદેહ જોવા મને બોલાવ્યો હતો જ્યાં તપાસ કરતાં તે શાહીદનો મૃતદેહ હતો. શાહીદને સેનાએ ઉઠાવી લઈ હત્યા કરી હોવાનો પિતાને ચોક્કસ સંદેશ છે. તેના વિરોધમાં પુત્રની અંતિમયાત્રામાં જવાનો ઈન્કાર કર્યો. આસપાસના ગામોના હજારો લોકો અંતિમયાત્રામાં જોડાયા. પરંતુ બશીરને કેટલાક લોકો સમજાવીને લાવ્યા. તેમને અંતિમવિધિ સમયે આગળની હરોળમાં લવાયા. સ્થાનિક ઈમામે ધાર્મિક વિધિ સાથે જનાઝાની નમાઝ અદા કરી. બશીર અહમદ શૌકમાન હાલતમાં હતા. ૯ વર્ષનો પુત્ર પણ જનાઝાની નમાઝમાં બાળકોની કતારમાં ઊભો હતો. બશીરના ઘરે તેમની ચાર દીકરીઓ અને માતા ગુલશાદા સેંકડો મહિલાઓ સાથે વિલાપ કરી રહ્યા હતા.
ગ્રામજનોએ દરીલ પાઈન ખાતે હત્યાના વિરોધમાં પ્રદર્શન યોજ્યા હતા. મૃતદેહનું દફન કરવામાં ઈન્કાર કરી સેના સામે એફઆઈઆર નોંધવાની માગણી કરી હતી. જેમણે હત્યા કરી હતી. કુપવારાના નાયબ કમિશનર ખાલિદ જહાંગીરે ખાત્રી આપી હતી કે સેના સામે એફઆઈઆર નોંધવામાં આવશે. ત્યારબાદ વડીલોના આગ્રહ પછી મૃતદેહને દફન માટે લઈ જવાયો. દરીલ પાઈન કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી. સ્થાનિક ઈમામ પરવેઝ અહેમદે જનાઝાની નમાઝ અદા કરાવી દફનવિધિ કરાવી હતી.
દફનવિધિ સમયે દેખાવો થતાં પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. પોલીસે ટીયરગેસના સેલ છોડી ટોળાને વિખેરવા પ્રયાસ કર્યા હતા. ટોળાએ ડીસીપીના વાહનને આગ લગાડી હતી. ડિવિઝનલ કમિશનર ખાલીદ જહાંગીરે કહ્યું કે રેકોર્ડ બતાવે છે કે, શાહીદ કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિમાં સામેલ ન હતો. આ કેસની સમયવિધિ તપાસ થશે. શાહીદ અહેમદ કોઈપણ ત્રાસવાદી પ્રવૃત્તિમાં સામેલ ન હતો. તેમ કુપવારાના ડીએસપીએ જણાવ્યું હતું. ડીસીપી કુપવારાએ મેજિસ્ટ્રીયલ તપાસ આપી અઠવાડિયામાં અહેવાલ માંગ્યો છે. મૃતક પુત્ર શાહીદને ભણાવવા અને નોકરીમાં ગોઠવવાના પિતાના પ્રયાસો હતા. બશીરની મોટી પુત્રી પરિણીત છે. ત્રણ બીજી પુત્રીમાં ૮,૧૦,૧ર ધોરણમાં છે. છેલ્લો પુત્ર ૯ વર્ષનો છે. બશીરે કહ્યું કે મારા પુત્રને શા માટે જંગલમાં લઈ જઈ હત્યા કરાઈ ? તેના મૃતદેહ પર ગોળીઓના નિશાન હતા. ચહેરો સલામત હતો જેથી ઓળખી શકાયો.