સનાતન સંસ્થા પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવ અંગે સંપૂર્ણ માહિતી નથી : હંસરાજ અહીર

(એજન્સી) નાગપુર,તા.૨૩
મહારાષ્ટ્ર સરકારના સનાતન સંસ્થા પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને લઈ કેન્દ્ર પાસે હજીસુધી કોઈ સંપૂર્ણ માહિતી નથી રાજ્યના કેન્દ્રીય ગૃહમંત્રી હંસરાજ અહીરે જણાવ્યું હતું.
આની પહેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિપક કેસરકરે કથિત રીતે કહ્યું કે, રાજ્ય સરકારે સંગઠન પર પ્રતિબંધ લગાવવા માટે કેન્દ્ર સરકાર પાસે એક પ્રસ્તાવ મોકલ્યો છે. હિંદુવાદી સંગઠન પર વિપક્ષી કોંગ્રેસ સહિત વિભિન્ન વર્ગોથી પ્રતિબંધ લગાવવાની માગ થતી રહે છે. સંગઠન પર પ્રતિબંધ લગાવવા સંબંધી એક સવાલના જવાબમાં અહિરે કહ્યું કે, આ રાજ્ય સરકારનો આંતરિક મુદ્દો છે અને તે જે મુજબની કાર્યવાહી કરી શકે છે.
કેન્દ્ર સરકાર એ સમયે કાર્યવાહી કરે છે જ્યારે કોઈ એવો પ્રસ્તાવ અમને મોકલે છે. અમારી પાસે એવી કોઈ પુરી માહિતી નથી. જો રાજ્ય સરકાર એવો કોઈ પ્રસ્તાવ મોકલે છે તો પહેલા ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે અને પછી આગળ વધારવામાં આવશે.
નોંધનીય છે કે , થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં પાલધર જિલ્લાના નાલાસોપારા વિસ્તારમાં મહારાષ્ટ્ર છ્‌જીની ટીમએ એક ઘરમાંથી આઠ દેશી બૉમ્બ જપ્ત કર્યા હતા. એટીએસએ આ મામલે કથિત રીતે સનાતન સંસ્થાના સમર્થક વૈભવ રાઉતની ધરપકડ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks