(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૧૩
પાટીદાર આંદોલન વખતે પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામેલા બનાસકાંઠાના યુવાનોને ન્યાય મળે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે છેલ્લા ૨ દિવસથી પાલનપુર કલેક્ટર કચેરી આગળ કેટલાક પાટીદાર યુવાનો પ્રતીક ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે ગઈકાલે દિનેશ બાંભણીયા અને લાલજી પટેલ પણ આ યુવાનો વચ્ચે ગયા હતા જોકે આજે પાસ કન્વીનર હાર્દિક પટેલ પાલનપુર પહોંચ્યા હતા અને પાટીદાર યુવાનો સાથે ધરણા કાર્યક્રમમાં બેઠા હતા જોકે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ પણ તેમાં જોડાયા હતા.આ અંગે હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે પાટીદાર યુવાનોનું ફાયરિંગ કરીને મોત નિપજાવવામાં આવ્યું હતું ૩ વર્ષ વીતી જવા છતાં પણ હજુ સુધી ન્યાય મળ્યો નથી સરકારને કઈ પડી નથી અમે ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત લડતાં રહેશું પણ ન્યાય લઈને રહીશું જોકે સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર થયેલ હુમલા મામલે હાર્દિક કહ્યું હતું કે એ ખુબજ દુઃખદ બાબત છે દોષીઓને કડક સજા થવી જોઈએ.