હાર્દિકના ઘરની બહાર ખડકી દીધેલા પોલીસના મોટા કાફલાને લઈ હાઈકોર્ટમાં રિટ

અમદાવાદ, તા.૨૯
હાર્દિક પટેલના અનસનનો આજે પાંચમો દિવસ છે ત્યારે હાર્દિકના ઘરની બહાર ઉપવાસ અગાઉથી જ મોટી સંખ્યામાં ઉતારેલી પોલીસ ટુકડીને લઈ હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જે મુજબ હાર્દિકના ઘર સુધી આવતા-જતા લોકોને કારણ વગર પરેશાન કરવામાં આવી રહ્યા છે તેમજ અન્ય તકલીફો પણ પડી રહી છે ત્યારે આ અરજીની વહેલી તકે સુનાવણી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાર્દિકને ઉપવાસ પર ઉતરવા માટે સરકાર દ્વારા પરમિશન આપવામાં આવી નહોતી ત્યારબાદ ગાંધીનગર માટે મંજૂરી માંગી હતી ત્યાં પણ પરમિશન ન મળતા હાર્દિકે તેના ઘરે જ ઉપવાસ પર ઉતર્યો હતો જેનો આજે પાંચમો દિવસ છે. ઉપવાસ અગાઉથી જ હાર્દિકના ઘર પાસે પોલીસ ખડકી દેવામાં આવી હતી જે હાલ પણ ખૂબ જ મોટી સંખ્યામાં તૈનાત છે. જેના વિરોધમાં બુધવારના રોજ હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવાયું છે કે, હાર્દિકને તેના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હોય તેવો સરકારે બંદોબસ્ત ગોઠવ્યો છે. હાર્દિકના ઘરે આવતા-જતા લોકોને પોલીસ દ્વારા કારણ વગર ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ પણ તેના ઘર સુધી પહોંચવા નહીં દેવાતી હોવાની રાવ પણ અરજીમાં કરવામાં આવી છે સાથે આ અરજીની વહેલી તકે સુનાવણી હાથ ધરવામાં આવે તેવી પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks