(સંવાદદાતા દ્વારા) ઈડર, તા. ૧પ
ઈડર તાલુકાના કેશરગંજ મુકામે વિધાનસભાની ચૂંટણી વેળા હાર્દિક પટેલની જાહેર સભા રાખવામાં આવેલ. જે ટાણે ચૂંટણી નિયમોના ભંગ બદલ હાર્દિક પટેલ વિરૂદ્ધ વડાલી ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પતી ગયા બાદ હાર્દિક પટેલને ભીસમાં લેવા માટે કાર્યવાહી થઈ હતી. સરકારી મશીનરીનો ઉપયોગ કરી સરકાર દ્વારા હાર્દિક પટેલ વિરૂદ્ધ ચૂંટણી નિયમોના ભંગ બદલ એફ.આઈ.આર વડાલી પોલીસ સ્ટેશને નોંધવામાં આવી હતી. જે અનુસંધાને આજે હાર્દિક પટેલ વડાલી પોલીસ સ્ટેશને જામીન આપવા માટે હાજર થતાં મોટી સંખ્યામાં પાટીદારો તથા માનવ મેદની ઉમટી પડી હતી અને વડાલી પોલીસ સ્ટેશને હાજર થઈ જામીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ હાર્દિકે જણાવ્યું હતું કે આ ફરિયાદ કલેક્ટરે કરવી જોઈએ પરંતુ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે. ચૂંટણીના પ્રચારના ભંગ બદલ પોલીસે માત્ર બંદોબસ્ત રાખવાનો હોય છે. ફરિયાદ કલેક્ટર દ્વારા જ દાખલ કરવામાં આવે તે જરૂરી હતું અંતે જામીન આપી હાર્દિક પટેલ પરત રવાના થઈ ગયેલ હતો.