(એજન્સી) પટના, તા.૩૦
ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ બિહારની મુલાકાતે આવ્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે બિહારમાં હવે નીતિશ કુમારને મળવાથી કોઈ ફાયદો નથી. તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યો છે. પટના હવાઈ મથકે પત્રકારો સાથે વાતચીત કરતાં હાર્દિક પટેલે કહ્યું કે નીતિશકુમારે તેમનો રસ્તો બદલ્યો છે. લાલુજી પટણામાં હાજર હોત તો જરૂરથી હું તેમને મળતો. તેજસ્વી યાદવને મળવાનો પ્રયાસ કરીશ. લાલુ યાદવને મળી વાત કરવા ઈચ્છું છું. પરંતુ તેઓ મુંબઈ સારવાર લઈ રહ્યા છે. અગાઉ હાર્દિક પટેલ બિહારની મુલાકાતે ગયા ત્યારે તેને રાજકીય સન્માન મળ્યું હતું. હાર્દિક પટેલ પટેલ જ્ઞાતિના નેતા છે. જેવી રીતે બિહારમાં કર્મી છે.
Facebook
0
Twitter
0