આંદોલકારીઓને બેરહેમીથી માર મારતી પોલીસનું વર્તન અંગ્રેજો જેવું

અમદાવાદ, તા. ૨૧
ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની માંગ સાથે પાટીદાર યુવાનો આંદોલન કરી રહ્યા છે તેમને પોલીસ જેલમાં નાખીને બેરહેમીથી માર મારી રહી છે અને તેમના પરિવારજનોને પણ પરેશાન કરી રહી છે. પોલીસનું વર્તન અંગ્રેજો જેવું છે. એવો સણસણતો આક્ષેપ હાર્દિક પેટલે કર્યો છે.
આ અંગે હાર્દિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, અત્યારે જે થઈ રહ્યું છે. એનાથી મને દુઃખ નથી પણ આ બધું થયા પછી પણ અમૂક સમાજના લોકો નપુંસક બનીને બધું જોઈ રહ્યા છે. એ લોકો પર મને દયા આવે છે કે, આ લોકોને એવી તો કેવી મજબૂરી હશે કે, આવનારી પેઢીનું ભવિષ્ય લૂંટાઈ રહ્યું છે અને આ લોકો ચૂપચાપ જોઈ રહ્યા છે. આજે સુરત કોર્ટનું કામ પત્યા પછી અલ્પેશના પરિવારને હું મળવા ગયો હતો. અલ્પેશના માતાની આંખો ભીની જોઈને મને ખૂબ દુઃખ લાગ્યું. અલ્પેશના માતાએ કહ્યું કે, ગઈકાલે રાત્રે પોલીસ દરવાજા પર અવાજ કરતી હતી, ધમકી આપતી હતી અને કહેતી હતી કે, મહિલા પોલીસને લાવીને તમને પણ જેલમાં પુરી દઈશું. મારે એટલું જ ખાલી પૂછવું છે આ તો કેવી લોકશાહી કે, જ્યાં એક આંદોલનકારીના માતા-પિતા સાથે પણ ગેરવર્તન કરવામાં આવે. અત્યારે સરથાણા પોલીસ ચોકીમાં છે. આંદોલનકારીઓને રાખવામાં આવ્યા છે જેમાંથી ત્રણ આંદોલનકારીઓને બેરહમીથી પોલીસે માર માર્યો છે. આ યુવાનો ખેડૂતોની દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે એના માટે લડાઈ લડે છે અને પોલીસ જે વર્તન કરી રહી છે. એ વર્તન સદંતર અંગ્રેજની માફક છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts