Ahmedabad

મોદીના મંત્રીએ મને રૂા.૧ર૦૦ કરોડ અને યુવા મોરચાના અધ્યક્ષની ઓફર આપી હતી

અમદાવાદ,તા.૧ર
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે મંગળવારે કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું હતું. હાર્દિકે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે હાર્દિક જયારે અનામત આંદોલન ચલાવતા હતા. ત્યારે ગુજરાત સરકારના એક અધિકારીએ તેમને ભાજપ તરફથી રૂા.૧ર૦૦ કરોડ અને ભાજપના યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષના પદની ઓફર આપી હતી. હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અનામત આંદોલન વખતે વર્ષ ર૦૧૬માં સુરત ડિસ્ટ્રીકટ જેલમાં હતો. ત્યારે તત્કાલીન ગુજરાત સરકારના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી અને મોદીના ખાસ કે. કૈલાસનાથન તેનો જેલમાં મળવા આવ્યા હતા. ત્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરફથી મને રૂા.૧ર૦૦ કરોડ અને ભાજપના યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષના પદની ઓફર આપી હતી. પરંતુ આ ઓફરને મે ઠુકરાવી દીધી હતી. એક હાર્દિકે જણાવ્યું હતું.