હાર્દિક પટેલના સમર્થનમાં અમરેલીના ખેડૂતો અને પાટીદારના આમરણાંત ઉપવાસ

અમરેલી,તા.૩૧
હાર્દિક પટેલ ના આમરણાંત ઉપવાસના સમર્થનમાં બગસરાના પાસના પારસભાઈ સોજીત્રા અને ખેડૂત સમાજના કેતન કસવાળાની આગેવાની હેઠળ એક દિવસીય પ્રતીક ઉપવાસ તેમજ રામધૂનનું આયોજન કરાયું હતું, જેમાં અમરેલી, ધારી, બગસરા, સાવરકુંડલા, બાબરા, કુંકાવાવ, લાઠી, રાજુલા અને ખામ્ભા વિસ્તારોમાં અનેક જગ્યાએ ખેડૂતો અને પાટીદારોએ ભેગા મળીને હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને ટેકો આપીને કોર્ટે પણ હાર્દિકને રાહત મળી હોય તેમ હાર્દિક પટેલના નિવાસસ્થાને ત્રણ-ત્રણ જણાને જવાની છૂટ આપી છે, ત્યારે હવે હાર્દિક પટેલને ત્યાં સમર્થકોનો મેળાવડો જામશે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ કોઈ પણ પ્રકારના સમાધાનની વાત કરવાનીના પાડતાની સાથે જ ગુજરાતભરના ખેડૂતોનું સમર્થન મળ્યું અને ૧ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો ભેગા મળીને હાર્દિકના આમરણાંત ઉપવાસને સમર્થન કરવામાં સાગરભાઈ રબારી, જે.કે. ધ્રાંગધ્રા, ડાયાભાઇ ગજેરા, મેથળા બંધરા સમિતિ, બડી પડવા સમિતિ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર ખેડૂત સમાજની ટીમો પણ તેમની સાથે જશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts