(એજન્સી) અમદાવાદ, તા. ૨૩
હાર્દિક પટેલના નજીકના મનાતા નરેન્દ્ર પટેલે રવિવારે મોડી રાત્રે ભાજપમાં સામેલ થવા માટે એક કરોડ રૂપિયાની ઓફરનો આરોપ લગાવતા ગુજરાતની સત્તાધારી પાર્ટીમાં સામેલ થયેલા નેતાએ ભાજપ છોડી દીધી હતી. સુરતનો પટેલ નેતા નિખિલ સવાણી ગયા મહિને ૧૫૦ સભ્યો સાથે ભાજપમાં સામેલ થયો હતો. સોમવારે સવારે તેણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર પટેલને ભાજપે એક કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હોવાનો દાવો કરતા હું નિરાશ થયો છું. હું ભાજપ છોડી રહ્યો છું. નિખિલ સવાણી બાદમાં સોમવારે રાહુલ ગાંધીને ગાંધીનગરમાં મળ્યો હતો.
૧. ભાજપ દ્વારા રૂપિયા ૧૦ લાખ અપાયા હોવાનો જાહેરમાં ખુલાસો કરનારા નરેન્દ્ર પટેલને નિખિલ પટેલે અભિનંદન આપ્યા હતા. બાદમાં બીજી દિવસે તેને રૂપિયા ૯૦ લાખ આપવાનો વાયદો કરાયો હતો. સવાણી બાદમાં ગાંધીનગરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધને મળ્યો હતો.
૨. નિખિલ સવાણી જણાવ્યંુ કે, નરેન્દ્ર આક સામાન્ય પરિવારમાંથી આવે છે તો પણ તેણે એક કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી દીધી છે. તેણે કહ્યું કે, ભાજપમાં જોડાવા માટે મને નાણાની ઓફર કરવામાં આવી નહોતી. અને હવે હું રાજીનામું આપી રહ્યો છું કારણ કે તેઓ ફક્ત લોલીપોપ આપે છે પરંતુ વાયદા પુરા કરતા નથી.
૩. ભાજપે નરેન્દ્ર પટેલના આરોપોને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવી વખોડી કાઢ્યા છે. ભાજપે હાર્દિક પટેલના અન્ય એક સાથી અને હાલ ભાજપનો સભ્ય વરૂણ પટેલ પાસે આ નિવેદન અપાવ્યું છે જે શનિવારે જ ભાજપમાં સામેલ થયો હતો. જોકે, નરેન્દ્ર પટેલે એવોઆરોપ લગાવ્યો છે કે, તેને ૧૦ લાખ રૂપિયા આપનારો વરૂણ પટેલ જ હતો અને તેણે બાદમાં ૯૦ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.
૪. વરૂણ પટેલે આરોપ લગાવ્યો હતો કે, ૧૦ લાખને બદલે નરેન્દ્રે એક કરોડ પુરા લઇને જ મીડિયા સમક્ષ આવવું જોઇતું હતું ને. શા માટે તેણે ફક્ત ૧૦ લાખ લીધા, તે ગાંડો થયો છે ? તેણે કહ્યું હતું કે, પટેલો ભાજપ તરફી થઇ ગયા હોવાથી કોંગ્રેસ ગભરાઇ છે.
૫ ભાજપા પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યંુ કે, પહેલા નરેન્દ્ર પટેલ સામે ચાલીને ભાજપમાં જોડાયો. ૨-૩ કલાક બાદ તેણે નાટક શરૂ કર્યું. આ નાટકથી કોંગ્રેસ ગુજરાતના લોકોને દૂર કરી શકશે નહીં.
૬. પટેલોને મનાવવા માટે રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, તેમનો પક્ષ સત્તામા આવશે તો તેમની માગણીઓ પૂરી કરવામાં આવશે. લગભગ બે દાયકાથી ભાજપ ગુજરાતમાં સત્તામાં છે. દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાત અમુલ્ય છે તેને ક્યારેય ખરીદી શકાય તેમ નથી. પટેલો ભાજપ માટે ઘણા સમયથી મતદાન કરે છે પરંતુ તેમની અનામતની માગ પૂરી કરવામાં ભાજપ અક્ષમ નિવડ્યું હતું.
૭. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ હાર્દિક પટેલ, દલિત નેતા જિગ્નેશ મેવાણી અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઓફર કરતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં સામેલ થઇ ગયો હતો.
૮. અન્ય પછાત જાતિના નેતા અલ્પેશ ઠાકોર સોમવારે ગાંધીનગરમાં રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ ગયો હતો. રાજ્યના કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ છઠાકોરને કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું હતું.
૯. કોંગ્રેસ છેલ્લા બે દાયકા ઉપરાંતથી ગુજરાતમાં સત્તામાં આવી શકી નથી અને હાલ રાજ્યમાં ભાજપ વિરોધી સંવેદનાઓ હોવાને કારણે આ વખતે પટેલો, દલિતો અને પછાતોના સહારે ચૂંટણીમાં જીતવાની આશા રાખી રહી છે આ જાતિઓએ અગાઉ સરકાર વિરૂદ્ધ આંદોલનો ચલાવ્યા હતા.
૧૦. પટેલ આંદોલનને પગલે ગત વર્ષે આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા હતા જેમાં આનંદી બેન સામે તેમના સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. રાજ્ય સરકાર હાલ ડેમેજ કંટ્રોલમાં જોતરાયેલી છે.